ભરૂચ લોકસરકાર દ્વારા જનજાગૃતિ રૂપે અને ભરુચ ના સત્તાધીશો તથા ચૂંટાયેલા પદાધિકારી ઓની ઊંઘ ઉડે અને રસ્તા રીપેર કરાવે એ હેતુ થી કાર્યક્રમ કરી શહેર માં ,પાંચબત્તી, શક્તિનાથ, નંદેલાવ રોડ , કસક અને ABC સર્કલ પર વિવિધ બેનરો લગાવી ગાંધી ચીંધ્યા માર્ગે જનતા ને જગાડવા નો પ્રયાસ હાથ ધરવા માં આવ્યો. નગર પાલિકા દ્વારા ટેક્ષ વધારો તો કરવામાં આવ્યો સાથો સાથ જનતા ની ઉપાધિ પણ શાસકો એ વધારી છે. શહેર નો એક પણ રોડ ખાડા વગર નો નથી. વર્ષ માં 3 વખત રોડ બને છે છતાં ખાડા ઓની સંખ્યા ઓછી નથી થતી એજ બતાવે છે કે ભાજપ ના રાજ માં માત્ર ખાડાઓ નો વિકાસ નહીં પણ કોન્ટ્રકટર અને મળતીયાઓ નો ભ્રષ્ટાચાર થકી વિકાસ ખૂબ કરવા માં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ કાર્યક્રમ માં તેજસ પટેલ, ઝુબેર પટેલ, સરફરાઝ પટેલ, રોનક પટેલ, હુસેન ગુલામહુસેન વાલા, ઇલયાસ પટેલ, ઇસ્માઇલ પટેલ સહિત ભરૂચ લોકસરકાર ના અન્ય સભ્યો દ્વારા વિવિદ્ય રોડ ની હાલત અને ખાડા માં ગયેલા વિકાસ ના બેનર લગાવવામાં આવ્યા. જનતા આ બેનર લગાવવા થી ખૂબ જ ખુશ થતી હતી અને લોકસરકાર ના સભ્યો ને અભિનંદન પાઠવતી હતી. કે જનતા નું દર્દ તમે સમજ્યા છો. ભરૂચ ની સમસ્યાઓ ઉકેલવા ના બદલે, ભ્રષ્ટાચાર નો ઢાંક પીછોડો કરવા માંગતા શાસકો એ બેનર હટાવવા ની કામગીરી શરૂ કરી છે… ભ્રષ્ટ શાસકો ગમે તેટલા ધમપછાડા કરે જનતા સુધી અમે સંદેશો પહોંચાડવા માંગતા હતા તે પૂરો થયો છે અને બેનર હતાવશો તો ફરી થી કાર્યક્રમ કરીશું..પરંતુ ભ્રષ્ટાચારીઓ નો પીછો છોડવા ના નથી.તેમ જુબેરભાઈ પટેલે જણાવ્યું હતું.
લોકસરકાર ભરૂચ દ્વારા બેનર લગાવી નગરપાલિકા ને જગાડવાનો કર્યો પ્રયાસ…કઈ બાબતે.?જાણો વધુ
Advertisement