ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા દ્વારા એમ્બ્યુલન્સ ની પૂજા કરવામાં આવી હતી. તેમજ નવા વર્ષ માટેની સંકલ્પ કર્યા કે વધુ થી વધુ લોકોના જીવ બચાવીસુ અને લોકોની સેવામાં ૨૪*૭ કાર્યરત રહીશું. એવી લાગણી 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ વ્યક્ત કરી હતી. અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણે 108 ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ અને કર્મચાઓની સેવાના કારણે મોટી સંખ્યામાં અકસ્માત ના બનાવોમાં ઇજાગ્રસ્તો ને સમયસરની સારવાર મળતા તેમના જીવ બચી શક્યા હતા.
Advertisement