શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા આંતરિક શાંતિ અને આનંદનું ત્રિદિવસીય પર્વ ઉજવવાનું હોય પ્રત્યેક મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે આ સંસ્થા કામ કરે છે. આગામી નવેમ્બર માહિનામાં ત્રિદિવસીય આંતરિક શાંતિ પ્રદાન કરતો ચૈતન્ય મહોત્સવ ઉજવવામાં આવશે. આ ચૈતન્ય મહોત્સવ નિમિત્તે નિઃશુલ્ક જીવંત પ્રસારણ યુટ્યુબ અને ફેસબુક પર આપ જોઈ શકો છો. હાલ આ મહોત્સવ માટે રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે.
ચૈતન્ય મહોત્સવ એટલે ધ્યાન, આંતરિક શાંતિ અને આનંદનો ત્રિ-દિવસીય પર્વ વર્ષ 2020 લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું સાબિત થઈ રહ્યું છે. પહેલાં કરતા ઘણી વધુ સંખ્યામાં લોકો માત્ર રાત્રીની ઊંઘ માટે દવાઓ લેતા થઇ ગયા છે. આવા પડકારજનક સમયમાં લોકોને આંતરિક શાંતિ પ્રદાન કરવાની જવાબદારી ગુરુ તત્વએ ઉપાડી છે. ‘ગુરુ તત્વ’ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એક વૈશ્વિક મંચ છે જે પ્રત્યેક મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે કાર્યરત છે. ગુરુ તત્વ દર વર્ષે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ચૈતન્ય મહોત્સવનું આયોજન કરે છે જેમાં હજારો પૂણ્યાત્માઓ ઉપસ્થિત રહીને આંતરિક શાંતિ પ્રાપ્ત કરે છે. ગુરુ તત્વએ 7 થી 9 નવેમ્બર સુધી ચૈતન્ય મહોત્સવનું 72 કલાકનું જીવંત પ્રસારણ આયોજીત કરેલું છે જે દરેક માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યું.
આ વર્ષે ચૈતન્ય મહોત્સવનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે જેનું જીવંત પ્રસારણ 7 નવેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી 9 નવેમ્બરના રોજ સાંજે 6:00 વાગ્યા સુધી યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે shivkrupanandfoundation.org પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેથી આપ કાર્યક્રમનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકો છો.