Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જૂના કુંભારવાડમાં માત્ર ચરખાઓ રહી ગયા કારીગરો કયાં કારણોસર થયા લુપ્ત ? જાણો વધુ….

Share

* આજે બજારોમાં ચાઇનીઝ દિવડાઓ આવતા માટીકામનાં કારીગરો બન્યા બેકાર.

* માટીકામમાં પૂરતું વળતર ન મળતા કુંભારવાડનાં કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા.

Advertisement

* એક સમયે ભરૂચમાં જૂના કુંભારવાડમાં દિવડાઓ લેવા માટે લોકોની કતારો લગતી હતી આજે આ ગલીઓ સૂમસામ ભાસે છે.

ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, ભૂતકાળમાં ભારતમાં વર્ણ, વ્યવસ્થા, અસ્તિત્વ ધરાવતી હતી, જેમાં મુખ્ય ચાર વર્ણો અસ્તિત્વ ધરાવતા હતા. જેમાં દરેક વ્યક્તિ પોતાના વર્ણ મુજબ પરંપરાગત વ્યવસાય કરતી હતી, સોની સોનાનું ઘડતર કરતાં હતા, સુથાર ફર્નિચર બનાવતા હતા બ્રહ્મણો વિદ્યા આપતા હતા તો કુંભાર માટીના ઘડા, દિવડા, અને માટીના વાસણો બનાવતા હતા ચરખાની મદદથી બનતી વસ્તુઓ કુંભાર બનાવતા હતા, માટી કામના મુખ્ય કાર્યો કુંભાર કરતાં હતા, આધુનિક સમયમાં બદલાતી પરિસ્થિતીને ધ્યાને લઇ માટી કામનાં કારીગરોને પૂરતું વળતર પ્રાપ્ત ના થતાં માટીકામનાં કારીગરો ભરૂચમાંથી લુપ્ત થયા છે.

ભરૂચનાં જૂના કુંભારવાડમાં એક સમયે માટીકામનું મુખ્ય બજાર ગણવામાં આવતું હતું. આજે અહીંનાં બજારોમાં માટીકામનાં કારીગરો લુપ્ત થયા છે, એક સમયે ભરૂચનું આ બજાર દિવડાઓ માટે પ્રખ્યાત ગણાતું અહીં દિવાળીનાં પર્વો પર લોકોની દિવડા લેવા માટે કતારો લાગતી હતી, મોટા ભાગના લોકો અહીં દિવડા લેવા આવતા હતા, એક સમયમાં ભરૂચન કુંભારવાડનો આ વિસ્તાર માટીકામ માટે પ્રખ્યાત હતો, અહીં દિવડા સહિતની માટીની વસ્તુઓ લેવા માટે લોકોને લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું આજે ભરૂચનાં આ બજારો સાવ સુમસામ જોવા મળે છે. કુંભારનો ગણાતો મુખ્ય વ્યવસાય આજે સંપૂર્ણ પણે લુપ્ત થયો છે.

ભરૂચનાં જૂના કુંભારવાડમાં આજે માટી કામનાં ચરખા જોવા મળે છે પરંતુ તેમાં કામ કરનારાઓ કયાંય જોવા મળતા નથી અહીંના કારીગરો જણાવે છે કે પહેલાનાં સમયમાં અમોને માટી કામથી સારી આવક થતી હતી, દિવાળીના તહેવાર નિમિત્તે ખૂબ જ ઘરાકી રહેતી હતી આજે લોકો ચાઇનીઝ દિવડા પસંદ કરતાં થયા છે આથી માટીકામનાં કારીગરોને પૂરતું વળતર મળતું નથી આથી આજે અહીં કામ કરનારાઓ અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે.

એક સમયમાં માટીકામનાં ચરખાઓ ભરૂચનાં જૂના કુંભારવાડામાં ધમધમતા હતા આજે આ ચરખા ચલાવનારાને માટીકામ કરતાં અન્ય વ્યવસાયમાં વધુ વળતર મળતા અહીંના કારીગરો બીજા કામમાં વ્યસ્ત થયા છે, ઉપરાંત આજની નવી પેઢીના ભણેલા યુવકો આવા કાર્યો કરવા પસંદ નથી, આથી આજના સમયમાં ભરૂચનાં જૂના કુંભારવાડમાં માટીકામના ચરખા ચલાવતા કારીગરો લુપ્ત થયા છે તેમજ નવી પેઢીના યુવકો ઓછા વળતરમાં આ પ્રકારના કાર્યો કરવા માટે તૈયાર ના હોય, જેના કારણે આજની નવી પેઢીએ પોતાનો વારસો સંભાળેલ ના હોય જેના કારણે આજે ભરૂચના જૂના કુંભારવાડમાં માટી કામના ચરખાઓ છે પરંતુ તેના પર કામ કરનારા કારીગરો જોવા મળતા નથી.

અહી નોંધનીય છે કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભરની વાતો કરે છે તો અહીં આત્મનિર્ભર બનેલા કુંભારને તેના દિવડા બનાવવાનાં કાર્યમાં પૂરતું વળતર પ્રાપ્ત ન થતાં તેમની પેઢીએ પરંપરાગત વ્યવસાયથી મોં ફેરવ્યું છે અને ભરૂચમાં મળતા સસ્તા અને સારા દિવડા આજે મળતા બંધ થયા છે. આત્મનિર્ભર બનેલા કારીગરો સરકારની ઢીલી નીતિના કારણે પરંપરાગત વ્યવસાયથી દૂર થયા છે આજે ભરૂચ સહિતની બજારોમાં લોકોને પરંપરાગત દિવડા કરતાં ચાઇનીઝ દિવડા વધુ પડતાં પસંદ પડતાં હોય છે આથી ચાઇનીઝ દિવડાઓએ કુંભારનું સ્થાન લેતા ભરૂચના જૂના કુંભારવાડમાં બનતા દિવડાઓ મળતા બંધ થયા છે.


Share

Related posts

શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાણાની ઉપસ્થિતીમાં સભા યોજાઈ.

ProudOfGujarat

વલસાડ જીલ્લા ટ્રાફિક પીએસઆઈ અને લોક ચાહના સાથે પોતાની ઈમાનદારી પૂર્વક ફરજ નિભાવતા પીએસઆઈ જે.આઈ.પરમાર જાણૌ વધુ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ઉદ્યોગપતિના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બે શખ્સો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!