ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જીલ્લામાં બનતાં ગુમ અપહરણના ગુનાઓ અટકાવવા સુચના અને માર્ગદર્શન મળ્યું હતું તે મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા નાઓની સુચના મુજબ, વિગત આજરોજ એ.એસ.આઇ. કનકસિંહ ગઢવી તથા એચ.સી. અજયભાઈ ચૌહાણ તથા આ.પો.કો. ધર્મેશભાઈ ગોહીલ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પાંચબત્તી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક ઈકો ગાડીના ચાલક નામે શહનવાઝભાઈ સૈયદ તથા તેમના માતા અમિનાબેન એ.એસ.આઇ. ગઢવીભાઈને મળી તેમને એક મળેલ અજાણી બાળકી નામે સલોની ઉ.વ.આશરે ૧૬ વર્ષની માહીતી આપતાં તેઓને સાથે રાખી ભરૂચ મહીલા પો.સ્ટે.ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ, વસાવા સાથે બાળકીને વધુ પુછપરછ કરી તથા તેના રહેઠાણ સરનામાની ખરાઈ કરી સદર બાળા કીમ, કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી હોય જેથી કોસંબા પો.સ્ટે.નો સંપર્ક કરી બાળકીના માતા – પિતાની તપાસ કરી મોબાઈલ ફોટા બાળકીના માતા – પિતાને બતાવી તે તેમની દીકરી હોય જેથી તેઓ ભરૂચ તથા મહીલા પો.સ્ટે.ખાતે આવી પો.ઈન્સ.સા.ની રૂબરૂ તેના માતા શહાનાબેગમ ઈતિયાઝ ઈદરીશી રહે.દાળમીલ, તવક્કલનગર કીમ જી.સુરતનાઓને સુપરત કરેલ છે. કામ કરનાર ટીમમાં – પી.આઇ એન.એસ.વસાવા એ.એસ.આઇ. કનકસિંહ ગઢવી એચ.સી. અજયભાઈ ચૌહાણ તથા આ.પો.કો. ધર્મેશભાઈ ગોહીલનો સમાવેશ થાય છે.
ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની મહત્વની કામગીરી.
Advertisement