છેલ્લા ચાર મહિનાથી જીલ્લામાં ફૂલોનાં ધંધામાં મંદીનું વાતાવરણ છવાઈ ગયું હતું. જેના પગલે ભરૂચ જીલ્લાનાં ફૂલોનાં વેપારીઓ ગરકાવ થઈ ગયા હતા. પરંતુ નવરાત્રિનાં આ દિવસોમાં માતાજીની દયા ભકતો પર ઉતરી હોય તેમ ફૂલોની માંગમાં વધારો થઈ ગયો હતો. જોકે ફૂલોનાં વેપારીઓને ફૂલોની માંગ અંગે અંદાજો હોવાથી વહેલી સવારથી જ ભરૂચ નજીકનાં ગોલ્ડન બ્રિજ ખાતેનાં ફૂલોનાં બજારમાં ગલગોટાનાં ફૂલોનાં ડુંગરો ખડકાઇ ગયા હતા.
ફૂલોનાં ડુંગરો ખડકાતા વાતાવરણમાં ચોમેર ગલગોટાની સુગંધ ફેલાઈ ગઈ હતી. તેમજ વાતાવરણ રમણીય બની ગયું હતું. જોકે ફૂલોનાં ભાવોમાં ખૂબ વધારો થઈ ગયો હોવાનું ગ્રાહકો જણાવતા હતા. જયારે ફૂલોનાં વેપારીઓનાં જણાવ્યા મુજબ કોરોના મહામારીનાં દિવસોમાં ગલગોટાનાં ફૂલોનાં હારની માંગ વધી હતી. જયારે વિતેલા વર્ષોમાં જયારે કોરોના મહામારી ન હતી ત્યારે સામૂહિક નવરાત્રિ મહોત્સવમાં નવરાત્રિ મહોત્સવનાં આયોજકો ગલગોટાનાં હારની સાથે ગુલાબ અને અન્ય હારની માંગ કરતાં હતા. જે લાંબા અને સુશોભિત હોવાના પગલે મોંધા હતા. જયારે આ વર્ષે ભકતો છૂટક ગલગોટાનાં ફૂલ રૂ. 50 થી લઈને તેથી વધુ કિંમતનાં ગલગોટાનાં હાર માંગી રહ્યા છે.
ભરૂચનાં બજારોમાં ગલગોટાનાં ભાવ આસમાને જાણે ગલગોટાનાં ડુંગર ખડકાયા….
Advertisement