Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા સ્ટેશન વિસ્તાર માં શાકભાજી.દૂધ.અને અનાજ રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવતા પોલીસે ૩૦ થી વધુ લોકો ની અટકાયત કરી હતી……

Share

ભરૂચ જીલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા સ્ટેશન વિસ્તાર માં શાકભાજી.દૂધ.અને અનાજ રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવતા પોલીસે ૩૦ થી વધુ લોકો ની અટકાયત કરી હતી……

:-આજ રોજ ભરૂચ ના સ્ટેશન વિસ્તાર માં ભરૂચ જીલ્લા કોંગ્રેસ ના કાર્યકરો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો..જેમાં કોંગી કાર્યકરો અને ખેડૂતોએ શાકભાજી.દૂધ.અનાજ સહીત ના સામગ્રીને રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગી કાર્યકરોએ આક્ષેપ કર્યા હતા કે સરકાર ની ખેડૂત વિરોધી નીતિ ના કારણે તેમજ ખેડૂતોને તેઓના ટેકા ના ભાવો ન મળતા હોવાના કારણે ખેડૂતોની સ્થીતી ખુબજ દયનિય બની છે અને તેઓના આંદોલન ને કોંગ્રેસ સમિતિએ સમર્થન કર્યું હતું અને જો આગામી દિવસો માં ખેડૂતો પ્રશ્ર્નો ને લઈ સરકાર એક્શન માં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી…….
ભરૂચ ના સ્ટેશન રોડ પર થી કોંગ્રેસ અને ખેડૂતો ની નીકળેલી રેલી બસ ડેપો નજીક પહોચતા બસ ડેપો નજીક શાકભાજી રસ્તા ઉપર ફેંકી ચક્કાજામ કરવામાં જતા ૩૦ થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી…
ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતો અને કોંગ્રેસ ના કાર્યકરોએ રસ્તા ઉપર શાકભાજી ફેંક્યા ના આંદોલન બાદ રસ્તા ઉપર પડેલા શાકભાજી ને લેવા માટે ગરીબ લોકો ની પડાપડી જામી હતી અને લોકો એ રસ્તા ઉપર પડેલા શાક ને થેલી માં ભરી પોતાના ઘર માં શાક બનાવવ્વા માટે લઇ ગયા હતા ……………
Advertisement

Share

Related posts

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતી કરાઇ.

ProudOfGujarat

ગુજરાત કોંગ્રેસે કર્યા સંગઠનમાં ફેરફાર, અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની કરી નિમણૂક

ProudOfGujarat

સુરતથી સાયકલ દ્વારા મધ્યપ્રદેશ વતનમાં જતા 2 શ્રમિકોની વ્યથા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!