ભરૂચ જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે કોરોના ગાઈડલાઇન સાથે માં અંબા જગદંબાની શક્તિનું પર્વ એવાં નવરાત્રિ મહોત્સવની ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ રહી છે. કોરોનાની ગાઈડલાઇનનાં પગલે લોકો સામૂહિક રીતે નહીં પરંતુ પોત-પોતાના નિવાસસ્થાને સાદગીથી પરંતુ ભક્તિનાં ઉમંગભેર નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. તેમાંય આજે તા. 24-10-2020 નાં શનિવારે પવિત્ર આઠમનાં દિવસે ભરૂચ સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર દાંડિયાબજાર ખાતે વહેલી સવારથી ભક્તજનો માતાજીનાં દર્શન કાજે કોરોના ગાઈડલાઇન મુજબ ઉમટી પડયા હતા અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે કેટલીક ધાર્મિક વિધિઓ પણ યોજાઇ હતી જેનો લાભ ભકતજનોએ લીધો હતો. કોઈપણ પરિસ્થિતીમાં ભરૂચ જીલ્લામાં માતાજીનાં ભકતોમાં ધાર્મિક ઉમંગ અને ઉત્સાહ એ જ રહે છે. આઠમનાં દિવસે ભકતોએ માતાજીને પ્રાર્થના કરી હતી કે માં શક્તિ બતાવો અને કોરોનાને વિશ્વમાંથી ભગાડો.
ભરૂચ જીલ્લામાં આઠમ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી.
Advertisement