Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સરકારી ઈજનેરી કોલેજનાં કર્મચારીઓનો પગાર 3 માસથી અટવાયો.

Share

ભરૂચની સરકારી ઈજનેરી કોલેજનાં તમામ કર્મચારીઓનો પગાર છેલ્લા 3 માસથી અટવાયો છે તે અંગેની વિગત જોતાં ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે કાયમી આચાર્યની બિનઅધિકૃત ભરતીનાં પગલે કેટલો વિવાદ સર્જાયો હતો જેના કારણે વર્ગ 1 થી વર્ગ 4 નાં તમામ કર્મચારીઓનાં પગાર છેલ્લા 3 માસથી અટવાઈ જતાં કુટુંબ પર આર્થિક સંકટ આવી પહોંચ્યું છે. વિચિત્ર બાબત એ છે કે નાની સરખી બાબતને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે જેમ કે ભરૂચની સરકારી ઈજનેરી કોલેજમાં માત્ર ઇન્ચાર્જ આચાર્યની પોસ્ટ હાલ છેલ્લા 3 માસથી કાયમી ધોરણે ટેકનિકલ શિક્ષણ વિભાગ તેમજ નાણાંવિભાગ વચ્ચે મતભેદો સર્જાયા છે જેની સીધી અસર ભરૂચની સરકારી ઈજનેરી કોલેજનાં પગાર પર પડતાં કામ કરતાં વર્ગ 1 થી વર્ગ 4 નાં કર્મચારીઓને 3 માસથી પગાર મળ્યો નથી લોકડાઉન જેવા કપરા દિવસો તેમજ મંદી અને મોંધવારીની પરિસ્થિતિમાં જયારે દિવાળીનો પર્વ સામે હોય ત્યારે આવી રીતે ત્રણ મહિના સુધી પગાર ન મળે તો તેમના કુટુંબની કેવી આર્થિક પરિસ્થિતિ સર્જાય છે તે વિચારવું રહ્યું મડાગાંઠ માત્ર એટલી છે કે ઈજનેરી કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યની પોસ્ટ હતી પરંતુ કાયમી આચાર્યની નિમાણૂક થતા સંકલનનાં અભાવે આ પરિસ્થિતિનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાના સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

દાઉદી વ્હોરા સમાજનાં 53માં ધમૅ ગુરૂ ડો.સૈયદનાં આલીકદર મુફદલ સેફૂદ્દીનનાં જન્મદિન નિમિત્તે અંકલેશ્વર વ્હોરા સમાજ દવારા સ્કાઉટ બેન્ડ સાથે ભવ્ય ઝુલુશનુ આયોજન કરવામા આવ્યું હતું.

ProudOfGujarat

ગોધરાના જાણીતા “નેહરૂબાગ”નું નામ” અટલ ઉધાન “કરવાના નિર્ણયને લઈને જાગૃત નાગરિકોમાં કચવાટ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!