Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બામલ્લા ગામમાં ઝાડ પર લટકતી લાશમાં આખરે પોલીસને કેમ હત્યાનો ગુનો દાખલ કરવો પડયો ? શું છે આ સમગ્ર બનાવ ? જાણો વધુ.

Share

* કોર્ટના હુકમ બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો.

* ઉમલ્લા નજીકના બામલ્લા ગામનો બનાવ.

Advertisement

* એક વર્ષ પહેલા બામલ્લા ગામે ઝાડ પર લટકતી લાશ મળી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે મહિનાઓ પહેલા બાબુભાઈ વસાવા નામના ઇસમની ઝાડની ડાળી સાથે લટકતી લાશ જોવા મળી હતી. જેના સંદર્ભમાં બાબુભાઈના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરી ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ જાણવા મળ્યા મુજબ ઉમલ્લા પોલીસે ફરિયાદીએ જણાવેલ હકીકત વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જેથી બાબુભાઈના પરિવારજનો માંથી તેમના ભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. અને કોર્ટ માં ફરીયાદ કરતાં કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજો ચકાસતા બાબુભાઈની હત્યા થઇ હોવાનું તારણ કર્યું હતું. તેના આધારે ઉમલ્લા પોલીસ મથકને બાબુભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા તથા ઉમલ્લા પોલીસ મથકના જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પગલા ભરવા હુકમ કરવામાં આવ્યો છે જેના પગલે પોલીસે આઠ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે રહેતા સુરેશભાઈ ગોવિંદભાઈ વસાવા ખેતી કરે છે. ગઇ તા. ૨.૧૧.૧૯ થી ૩.૧૧.૧૯ દરમિયાન સુરેશ ભાઈ ગોવિંદભાઈ વસાવાના ભાઈ બાબુભાઈ ગોવિંદભાઈ વસાવાની લાસ બામલ્લા ગામની સીમમાં ખાખરના ઝાડની ડાળી સાથે દોરી વડે લટકેલી મળી આવી હતી. આ બાબતે સુરેશભાઈ ગોવિંદભાઈ વસાવાએ તા.૩.૧૧.૧૯ ના રોજ તેમના ભાઈનું ખૂન થયેલ છે, તેવી ફરિયાદ ઉમલ્લા પોલિસ સ્ટેશનમાં કરી હતી. ફરિયાદીએ તેની ફરિયાદમાં તેના ભાઇનું ખૂન થયેલ છે, જે હકીકત જણાવેલ તે મુજબની કોઈ ફરિયાદ ઉમલ્લા પોલીસ દ્વારા લેવામાં આવેલ ન હતી. ફરિયાદીને ફરિયાદની નકલ મળી બાદ માલૂમ પડ્યું કે ઉમલ્લા પોલીસે તેણે જણાવેલ હકીકત મુજબ ફરિયાદ નોંધી ન હતી. મરણ જનારના ભાઇ સુરેશે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકને ૬.૧૧.૧૯ ના રોજ ફરિયાદ કરી હતી. સુરેશભાઈએ ઉમલ્લા પોલીસને જણાવેલ કે તેમના ભાઈના ખુનના આરોપી ગામમાં ખુલ્લેઆમ ફરે છે તમે કેમ તેમની ધરપકડ કરતા નથી ? ત્યારે ઉમલ્લા પોલીસે જણાવેલ કે હાલ પીએમ રીપોર્ટ તેમજ એફએસએલ રિપોર્ટ આવેલ નથી. રિપોર્ટ આવશે એટલે તપાસ ચાલુ કરીશું એમ કહી બંને પરિવારને દિલાસો આપ્યો હતો અને આવા ગંભીર ગુનામાં પણ પોલીસે ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો જે સ્પષ્ટ જણાયુ હતું અને ભોગ બનનાર પરિવારને વારંવાર ઉમલ્લા પોલીસ દ્વારા ધરમધક્કા ખવડાવ્યા હતા. દરમિયાન તહોમતદારો ગામમાં ખુલ્લેઆમ ફરતા હતા અને ફરિયાદી સુરેશભાઈને જાહેરમાં એમ કહેતા હતા કે તારે જ્યાં જવું હોય ત્યાં જા અમે બધા અધિકારીઓને પૈસા ખવડાવી દીધેલ છે. અને તું જો બહુ મગજ મારી કરશે તો તારા ભાઈની પાસે તને અને તારા આખા પરિવારને પણ પહોંચાડી દઇશું તેમ કહી જીવલેણ ધમકીઓ આપી હતી. તેમ છતાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આટલો ગંભીર ગુનો હોવા છતાં પણ ઉમલ્લા પોલીસ દ્વારા આજદિન સુધી તપાસ કરવામાં આવેલ નથી કે તેઓની કોલ ડીટેલ કે અન્ય કોઈ પૂછપરછ કરવામાં આવેલ નથી. જો આ અતિ ગંભીર ગુનામાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવા તહોમતદારને છૂટો દોર મળી જશે અને તહોમતદારને કાયદાનો કોઇ ડર જ રહેશે નહીં અને આવા બીજા ગુના કરતાં અચકાશે નહીં. ઉમલ્લા પોલીસ તરફથી પરિવારને કોઇ મદદ નહીં મળતા આખરે તેમણે ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ઝઘડિયા કોર્ટ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉમલ્લા પોલીસ સ્ટેશનને હુકમ કરેલ કે ફરિયાદની હકીકતો, સામેલ તમામ દસ્તાવેજો, ફોટા ધ્યાને લેતા આ કામે ફરિયાદીના ભાઈનું મરણ થયેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે દસ્તાવેજો થી ફલિત થાય છે. તેમજ ફરિયાદની હકીકતો ધ્યાને લેતા તેમજ ફરિયાદી દ્વારા સોગંદ ઉપર જણાવવામાં આવેલ છે તેમજ ફરિયાદીને રૂબરૂમાં જણાવેલ કે તેઓ અગાઉ પણ ઝઘડા થયેલ હોય તેનો રાગદ્વેષ રાખી તેના ભાઇને મારી નાખવામાં આવેલ છે. તેમજ પોલીસ દ્વારા કોઈ સક્રિય કામગીરી કરવામાં આવેલ નથી જેથી તમામ હકીકતો અને દસ્તાવેજોને ધ્યાને લેતા ન્યાયના હિતમાં સીઆરપીસી ૧૫૬ (૩) મુજબ પોલીસ સ્ટેશનને મોકલવાનો હુકમ કરેલ છે તેમજ લલીતા કુમારીનું જજમેન્ટ ધ્યાને લેતા ઉમલ્લા પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારી વિરૂધ્ધ પણ પગલાં લેવાનો હુકમ કરવામાં આવે છે તેમ કોર્ટે જણાવ્યું હતું. ઝઘડિયા કોર્ટના હુકમ બાદ ઉમલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને તેણે બાબુભાઈ ગોવિંદભાઈ વસાવા ની હત્યા ના આરોપસર આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ ના સેવાશ્રમ રોડ પર પડેલા ખાડામાં પાલિકાનું વાહન ફસાતા પાલિકા ની પ્રિમોંશુંન કામગીરી ના જાહેરમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા……

ProudOfGujarat

અમદાવાદના લોકો સાથે ઠગાઈ બદલ દિલ્હી, નોઇડાના કોલ સેન્ટરમાંથી 35ની ધરપકડ

ProudOfGujarat

સજોદ મા બાળકો એ ઝેરી પદાર્થ ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!