યુ.એસ સ્થિત શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાન્ચનાં સહયોગથી એક મુસ્લિમ ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા હતા. હાલના મોંઘવારીના યુગમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ખૂબ ખર્ચાળ થઇ ગયા હોઈ અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ પરિવારોને મદદરૂપ બની સેવાની સરવાણી વહાવી રહ્યા છે. શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા મોહદ્દીસે આઝમ મિશન પાલેજ વિભાગ બ્રાન્ચના સહયોગથી એક મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા હતા.
ખંભાત તાલુકાના ઉંદેર ગામની એક મુસ્લિમ ગરીબ પરિવારની દીકરીને લગ્ન પ્રસંગે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અર્પણ કરી ગરીબ પરિવારને મદદરૂપ બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે યુ.એસ. નાં શિકાગો સ્થિત સુન્ની મુસ્લિમ કમિટી સમયાંતરે ગરીબ તેમજ આફત ગ્રસ્ત સમયમાં લોકોને મદદરૂપ બની સહાયની સરવાણી વહાવતા રહે છે.
યાકુબ પટેલ – પાલેજ