બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના હિંગલ્લા ગામ પાસે ના રોડ ઉપર સીતપોણ ગામ થી ભરૂચ તરફ આવતી એસ ટી બસ નંબર જી જે ૧૮ Y 6576 વધુ પ્રમાણ માં મુસાફરો ભરી ને આવતી હોય દરવાજા પાસે ઉભેલા બે જેટલા મૌલાના આઝાદ હાઇસ્કુલ ના વિદ્યાર્થી બસ બમ્પ ઉપર થી પસાર થતા દરવાજો ખુલી જતા ચાલુ બસે રોડ સાઈડ ઉપર પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા …..
અચાનક ચાલુ બસે વિદ્યાર્થી ઓ રોડ ઉપર દરવાજા બહાર પટકાતા એક સમયે અન્ય મુસાફરો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બનાવ ના પગલે ઘટના સ્થળ ઉપર ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.તો બીજી તરફ ઇજાગ્રસ્ત નંદેલાવ ગામ ના વિદ્યાર્થીઓ ને સારવાર અર્થે તાત્કાલિક ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા.
હારૂન પટેલ


