Proud of Gujarat
FeaturedGujaratINDIA

શક્તિપીઠ અંબાજી માતાજી મંદિરમાં અદભુત ગરીમાં અને ચમત્કાર… ? જાણો વધુ.

Share

ભરૂચનાં દાંડિયાબજાર સ્થિત પ્રસિદ્ધ અને પ્રાચીન અંબાજી મંદિરને શક્તિપીઠનો વિશિષ્ટ ઉચ્ચ ધાર્મિક દરજ્જો મળ્યો છે. તેથી જ આ મંદિર ભકતજનો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સાબિત થયું છે. માત્ર ભરૂચ જીલ્લાનાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં અને હવે તો દૂર-દૂરથી ભકતજનો દર્શન કરવા અર્થે અંબાજી મંદિર ખાતે આવે છે. નવરાત્રિ મહોત્સવ દરમ્યાન આ મંદિરનું અને તેથી માતાજીનાં દર્શનનું મહત્વ અનેક ઘણું વધી જાય છે. આ મંદિરમાં ખાસ એક અદભુત ધાર્મિક ગૌરવ ગાથા સમાન યંત્ર વિષા આવેલ છે. આ યંત્રની ખાસિયત એ છે કે કોઈપણ ઋતુમાં કોઈપણ પરિસ્થિતિમાં આ યંત્રમાંથી પાણી ઓછું થતું નથી, વર્ષોથી આ યંત્રમાં પાણી પુરતા પ્રમાણમાં છે એટલું જ નહીં પરંતુ યંત્રને સાફ કરવામાં આવે ત્યારે ચમત્કારિક રીતે અદભુત રીતે ફરી એકવાર યંત્રમાં પાણી ભરાય જાય છે. ભકતજનો આ યંત્રમાનાં પાણીને અમ્રુત સમાન ગણીને પૂજન કરે છે. તેમજ યંત્ર પ્રત્યે પણ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. આવા શક્તિપીઠ અંબાજી માતાનાં મંદિરનાં મહારાજનાં જણાવ્યા મુજબ આઠમ તા.24-10-2020 નાં રોજ ઉજવાશે એમ જણાવેલ છે.

Advertisement

Share

Related posts

સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં મોબાઈલ ટોયલેટ વાન દોડાવવામાં આવશે.

ProudOfGujarat

ભરુચ : ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ તવરાને જોડતો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં અટવાયા.

ProudOfGujarat

કેટલાક લોકો કોંગ્રેસનો ખેસ પહેરવા થનગની રહ્યા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!