કોરોનાની રસી અંગે વિવિધ અટકળો ચાલી રહી છે તેવામાં તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રસી અંગે ગાઈડલાઈન નક્કી કરી હતી. આ ગાઈડલાઈન મુજબ કોરોના રસી માટે જેતે વ્યક્તિ પાસે આધારકાર્ડ હોવો ફરજીયાત છે સાથે જ ડોક્ટર તેમજ ફ્રંટ લાઈન પર કામ કરતા કોરોના વોરિયરને પ્રથમ રસી મુકવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની વિગત પણ મંગાવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. કોરોના રસીની આખુ વિશ્વ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું છે ત્યારે કોરોના રસી ક્યારે આવશે તે નક્કી નથી પરંતુ રસી આવતા જ તેના વિતરણ અંગેનું માળખું ગોઠવાઈ રહ્યું છે.
Advertisement