Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કિસાન વિકાસ સંધ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

Share

કિસાન વિકાસ સંધ એન્ડ પોલ્યુશન કંટ્રોલ સંધ એસોશિએશન દ્વારા ગુજરાતના રાજયપાલને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં લોકસભામાં પસાર કરવામાં આવેલા ત્રણ અધ્યાદેશ પસાર કરવામાં આવેલ છે જે કિસાનને અહિત કરનાર હોવાથી તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત સરકારની વિવિધ કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર દૂર કરવા પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર કિસાનો હાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીઓમાં પોતાનો માલ હરાજીથી વેચી પોષણક્ષમ ભાવ મેળવી શકે છે. આ કાયદો અમલમાં આવવાથી મલ્ટીનેશનલ કંપની દ્વારા કિસાનોનું શોષણ થાય તેવી સંભાવના છે એટલું જ નહીં પરંતુ મલ્ટીનેશનલ કંપનીઓ યુરિયા, ડાઈ, વગેરેનો ઉપયોગ કરી કિસાનોની ખેતીની જમીનની ફળદ્રુપતા ઓછી કરે તેવી સંભાવના છે. હાલમાં ખેતીલાયક જમીનો ઉદ્યોગો માટે સંપાદન કરીને કિસાનોને તેમના જ ખેતરમાં મજૂર બનાવી દેવાય છે. જેનો વિરોધ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે અને એમપણ જણાવવામાં આવ્યું કે અધ્યાદેશોની લોકસભામાં ચર્ચા કરવામાં આવેલ નથી. માત્ર ધ્વનિ મતથી અધ્યાદેશ પસાર કરવામાં આવ્યો છે. જેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે તે ઉપરાંત ખેતીની જમીનને બિનખેતીની બનાવવા માટે જરૂરી કાર્યવાહીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત અન્ય ભ્રષ્ટાચારનો પર્દાફાશ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. આવેદનપત્ર પાઠવવામાં કિસાન વિકાસ સંધના અરવિંદસિંહ રણા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ : 3 વર્ષથી એક જ બસમાં મુસાફરી કરતા વેપારીના 47 લાખ ચોરનાર ડ્રાઈવર અને કંડક્ટર ઝડપાયા

ProudOfGujarat

જંબુસર તાલુકા ના ડાભા ગામ ના તલાટી ને ૩૦૦૦ ની લાંચ સ્વીકારતા ઝડપાયા- વડોદરા રૂરલ એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે રંગે હાથ ઝડપી પાડયો.

ProudOfGujarat

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!