ભરૂચ મુન્શી સ્કૂલ પાસે આવેલ પેટ્રોલ પંપ વિસ્તારમાં ત્રણ જેટલા હાઈવા પાર્ક કરવામાં આવ્યા હતા. જેમાંથી ઈંધણ ચોરી કરવા કેટલાક ઇસમો ટ્રકમાં આવ્યા હતા. જે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજમાં આવી જતાં આ અંગે પોલીસતંત્રમાં અરજી આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી ઊભા રહેલ વાહનોમાંથી ઈંધણ ચોરી થઈ હોવાની ફરિયાદો વાહન માલિકો દ્વારા તેમજ વાહન ચાલકો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ આ ફરિયાદ અંગે આરોપીઓનાં કોઈ સગળ પ્રાપ્ત થતાં ન હતા પરંતુ ભરૂચની મુન્શી સ્કૂલ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપ વિસ્તારમાં ત્રણ હાઈવા પાર્ક કરવામાં આવ્યા હતા આ હાઈવામાંથી ઈંધણની ચોરી કરવા ટ્રકમાં આરોપી આવતા હોવાનું તેમજ ઈંધણની ચોરી કરતાં હોવાનું સ્પષ્ટપણે સી.સી.ટી.વી. ફૂટેજમાં જણાઈ આવ્યું છે. આ ફૂટેજને આધારે તોસિફભાઈ રાજ દ્વારા અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ નગર અને આજુબાજુના વિસ્તારોમાં ઈંધણ ચોરી અંગે વ્યાપક ફરિયાદો મળે છે. ત્યારે ટ્રક જેવા વાહનો લઈ 900 લિટર જેટલા મોટા જથ્થામાં ઈંધણની ચોરીનો પર્દાફાશ થતાં પોલ્સને ગુનેગારોના નોંધપાત્ર સગળ મળ્યા છે.
ભરૂચ : પેટ્રોલ પંપ વિસ્તારમાં ઊભા રહેલ વાહનોમાંથી ઈંધણ ચોરી કરતી ટોળકી સી.સી.ટી.વી. કેમેરામાં કેદ.
Advertisement