Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો ઉમેદવારને જીતાડવા લગાવશે એડી-ચોટીનું જોર….જાણો વધુ.

Share

* ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારને જિતાડવા લગાવશે એડી-ચોટીનું જોર.

* કોંગ્રેસ પક્ષએ ગુજરાત વિધાનસભાની 8 સીટ માટે 30 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા.

Advertisement

* બંને પક્ષો હાલ ચૂંટણીનાં પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત.

* પોતાના મત વિસ્તારમાં કોંગ્રેસ-ભાજપ ગાજવી રહ્યા છે સભાઓ.

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાનાર હોય ગુજરાતમાં આઠ સીટ માટે આગામી સમયમાં જે પેટા ચૂંટણીઓ યોજનારી છે તેના માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. બંને પક્ષોએ સમજી વિચારીને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બંને પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીનાં રણશિંગા ફૂંકાઈ ગયા બાદ પોતાના ઉમેદવારોને જિતાડવા માટે ભારે કમર કસી રહ્યા છે બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જિતાડવા માટે એડી – ચોટીનું જોર લગાડવામાં આવશે. બંને પક્ષો દ્વારા ચુંટણીમાં અનેક રીતે સ્ટાર પ્રચારકો અને નવા-નવા મુદ્દાઓ સાથે વિધાનસભા મતવિસ્તારનાં લોકોને આકર્ષવા અનેક રીતે પ્રચાર કરવામાં આવશે જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષ દ્વારા આઠ ઉમેદવારોને જીતાડવા માટે 30 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકો વિધાનસભાની ચૂંટણી માટે પ્રસાર પ્રચારનાં કર્યો માટે લાગી ગયા છે.

અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષએ ભારતનો જૂનો પક્ષ છે. કોંગ્રેસ પક્ષ પાસે જૂના અને અનુભવી નેતાઓ છે. કોંગ્રેસ પક્ષમાં ગુજરાતનાં અનેક વરિષ્ઠ નેતાઓ જોડાયેલા છે. અત્યંત પીઢ અને અનુભવી નેતાઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં 8 ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે આ 8 ઉમેદવારો માટે 30 સ્ટાર પ્રચારકોને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે જેમાં પક્ષના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, ગુજરાતનાં પ્રભારી રાજીવ સાતવ, અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાની, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરિયા, મધુસૂદન મિસ્ત્રી, પ્રદેશ પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, નરેશ રાવલ, પૂર્વ સાંસદ ડૉ. તુષાર ચૌધરી, લાલજીભાઈ દેસાઇ, નારાયણ રાઠવા સહિતનાં સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારના કાર્યમાં લાગી ગયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં બંને પક્ષો દ્વારા પ્રચારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સંપૂર્ણપણે શિસ્તબદ્ધ ચૂંટણીની સભાઓ ગજવવામાં આવી રહી છે સભાઓનું સંબોધન તેમજ ઉમેદવારોને પોતાના મત વિસ્તારમાં મુલાકાતોની સાથોસાથ સ્ટાર પ્રચારકો દ્વારા પણ ઉમેદવારોને વિધાનસભામાં પોતાનું પલ્લું ભારી કરવા માટે એડી-ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓ યોજાયા બાદ ખ્યાલ આવશે કે આખરે કયાં મત વિસ્તારમાં કોને કેટલા મત મળ્યા ? હાલ તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.


Share

Related posts

લીંબડીની જીએસ કુમાર વિદ્યાલયમાં શિક્ષિકાએ શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો

ProudOfGujarat

જંબુસર ખાનપુરદેહનાં સરપંચ અને જંબુસર તાલુકા પંચાયતનાં અધિક મદદનીશ ઇજનેર ૧.૪૦ લાખની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથક સી.એસ.સી પર કોરોના રસી મુકવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!