ભરૂચમાં બળાત્કારનાં ગુનામાં સજા ભોગવતા કેદીને ચાર દિવસ માટે વચગાળાનાં જામીન પર મુકત કરવામાં આવતા આરોપી ફરાર થઈ ગયેલ હોય આ કેદીને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડએ આણંદ જીલ્લામાંથી પકડી પાડયો છે. આ કેદી પર અંકલેશ્વરની અદાલતમાં બળાત્કાર અને એટ્રોસીટી એકટનાં કેસો ચાલે છે આ કેદીને ભરૂચ પોલીસે પકડી પાડી કોવિડ-19 નો ટેસ્ટ કરી આગળની તપાસ કરશે.
આ બનાવની પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર રેન્જ આઈ.જી. હરિકૃષ્ણ પટેલ અને ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગર દ્વારા પેરોલ ફર્લો, વચગાળાનાં જામીન પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી-આરોપીઓને ઝડપી પાડવા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમનાં સભ્યો ફરાર કેદીઓને પકડવા તજવીજ હાથ ધરેલ હતી. આ તજવીજ દરમ્યાન ચોકકસ બાતમીનાં આધારે ભરૂચ સબજેલ ખાતે સજા ભોગવતા કાચા કામનાં કેદી ચિરાગ ઉર્ફે સંજય ઉર્ફે પિન્ટુ નટવર સોલંકી રહે. દેદારડા તા.બોરસદ જી.આણંદ ને અંકલેશ્વર GIDC એટ્રોસીટી અને ઇપીકો કલમ 376, 495, 417 અને એટ્રોસીટીની કલમ 3(1) મુજબ ગુનામાં સંડોવાયેલ હોય જેને ચોથા એડિશન જજ સ્પે. એટ્રોસીટિ અંકલેશ્વર પોર્ટ દ્વારા તા.5-3-2020 નાં હુકમ અન્વયે તા.5-3-2020 નાં રોજથી તા.8-3-2020 નાં રોજથી સવારે 10 વાગ્યે જેલ મુકત કરવામાં આવેલ હોય જેને તા.8-3-2020 નાં રોજ હાજર થવાનું હોય પરંતુ વચગાળાનાં આ જામીન પરથી ફરાર થઈ ગયેલ આરોપી અને તેની માસી સુરજબેન ફતેસિંહ પરમાર રહે. કૃષ્ણનગર તા.બોરસદ જી.આણંદ ખાતેથી તા.22-10-2020 નાં રોજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સેલની મદદથી પોલીસે પકડી પાડયો છે. હાલ કોરોના મહામારીની પરિસ્થિતીને કારણે સંક્રમણ અટકાવવા અને આરોપીનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યા બાદ ભરૂચ પોલીસને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ તકે ભરૂચ પેરોલ ફર્લો સ્કોડનાં પો.સ.ઇ. બી.ડી.વાધેલા, મગન દોલતભાઈ, રાકેશભાઈ ચંદુભાઈ તથા તેના સ્ટાફે કામગીરી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે જામીન પર મુકત કરવામાં આવતા કેદીઓ ફરાર થઈ જતાં હોય છે આ કેદીને પકડી પાડવાની કામગીરી પેરોલ ફર્લો સ્કોડ કરતી હોય છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કોડએ તાજેતરમાં કાચા કામના કેદીને આણંદથી પકડી પાડયો છે.