ઝાડેશ્વરના પૂર્વ સરપંચ તેમજ ભરૂચ જીલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિ નાં ચેરમેન નરેશ પટેલ નેશનલ હાઈવે નંબર ૮ પર બે ગામોને જોડાતા સર્વિસ રોડ બનાવવા બાબતે જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.
ઝાડેશ્વરના પૂર્વ સરપંચ નરેશ પટેલે જીલ્લા કલેકટરને કરેલ લેખિત રજુઆતમાં નેશનલ હાઈવે નબર ૮ પર વડોદરાથી સુરત ણી વચ્ચે કોઈપણ જગ્યાએ સર્વિસ રોડની વ્યવસ્થા ણ હોવાથી એક ગામની બીજા ગામ જવા માટે નાના મોટા વાહન ચાલકોને ફરજીયાત નેશનલ હાઈવે નંબર ૮ નો જ ઉપયોગ કરવો પડે છે.
જો અપડાઉન ટ્રેક ઉપર સર્વિસ રોડ આપવામાં આવે ટો લોકલ ટ્રાફિક સર્વિસ રોડ પર જ રહે જેથી હાઈવે પર ટ્રાફિક ઘણો ઘટી શકે છે અને અકસ્માતનો હાથ પણ ન રહે.
આ ઉપરાંત જૂના હાઇવે પર વડોદરાથી અમદાવાદ વચ્ચે આર.સી.સી વોલ ડીવાઈદર બનાવવામાં આવેલ છે તેવી જ આર.સી.સી વોલ બનાવવા જોઈએ જેથી અપ ટ્રેક પર જતા વાહન ચાલક સંતુલન ગુમાવતા ડાઉન ટ્રેક પર ણ આવી જાય જેથી અકસ્માત ન થાય. વધુમાં મુંબઈથી સુરત જતી વખતે અપડાઉન ટ્રેક ઉપર સર્વિસ રોડ બનાવેલ છે ટો ટે જ પ્રમાણે વડોદરા – ભરૂચ – સુરત વચ્ચે પણ સર્વિસ રોડ બનાવા જોઈએ.