*કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ઓફિસરો ને અપાતા લાભ માં વિસંગતતા હોવાની બાબતને લઇ મીટીંગ મળી હતી
*મેડિકલ ઓફિસરોની મળેલી ઓન લાઇન બેઠકમાં વિવીધ પ્રશ્ર્નો બાબતે આગામી દિવસોમાં રણનીતિ ઘડવા સવાઁનુમતે નક્કી કરવામાં આવ્યુ હતું
*મેડિકલ ઓફિસરો આવનારા દિવસોમાં રાજ્ય સરકાર બહાના કાઢતી હોવાનાં આક્ષેપ સાથે વિવિધ પ્રશ્ર્નો ને લઇ રજુઆત કરાશે
ગુજરાત રાજ્યના મેડીકલ ઓફીસર યુનિયનના ભરૂચ જીલ્લા સહિત રાજ્યભર ના જીલ્લાઓ માં પ્રતિનિધિઓની ઓનલાઇન મીટીંગ તા.૧૮/૧૦/૨૦૨૦ નાં રોજ મળી હતી જેમાં લાંબા સમયથી પડતર પ્રશ્નોની ગંભીરતાપુર્વક ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં તેઓ ની માંગણી ને લઇ રણનીતિ નક્કી કરવામાં આવનાર હોવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ હતું આ બેઠકમાં રાજ્યના મેડીકલ ઓફીસર યુનિયન દ્વારા વિસંગતતા બાબત નાં મુદ્દાઓની વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં (૧) એન.પી.એ. કેન્દ્ર સરકારશ્રી મુજબ ૨૦% અને એચ.આર.એ ની વિસંગતા (૨) મેડીકલ ઓફીસરની સેવા સળંગ અને લાંબા ગાળાનાં આદેશો (૩) બોન્ડેડ/એડહોક/કોન્ટ્રાકટમાં થતી નિમણુક પામતાં તબીબોને ફિક્સ પગારનાં બદલે અગાઉની જેમ પે બેન્ડ ગ્રેડ પે આધારીત પગારથી નિમણુક આપવી (૪) નિયમિત જીપીએસસી થકી નિમણુક આપવી (૫) ઇન સર્વિસ મેડીકલ ઓફીસર અભ્યાસ કરેલ હોય તેમને પ્રમોશન આપવું (૬) પ્રમોશન મળવાપાત્ર હોય તેવા તમામ તબીબોને તાત્કાલિક વર્ગ-૧ નું પ્રમોશન આપવું (૭) ઇન સર્વિસ મેડીકલ ઓફીસર માટે પીજીમાં રિઝર્વ સીટ રાખવી (૮) સીપીએફ અને જીપીએફનાં પડતર પ્રશ્નો, મેડીકલ ઓફીસરની માંગણી મુજબ બદલી (૯) કોરોનામાં કામ કરતાં તમામ તબીબને રૂપિયા ૨૫,૦૦૦/- પ્રોત્સાહન તરીકે આપવા (૧૦) ૬ વર્ષે પ્રથમ, ૧૩ વર્ષે દ્રીતીય, અને ૧૯ વર્ષે ત્રીજું ટીક્કુ ઉચ્ચતર પગાર ધોરણ જે મળવાપાત્ર છે તે તમામ મુદાઓ બાબતે તમામ લાગતા વળગતાઓ ને રજુઆતો કરી તેમજ જરૂર જણાય તો આગામી એક અઠવાડીયામાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ રાજ્યના મેડિકલ ઓફિસર યુનીયન દ્વારા મળેલ ઓનલાઈન મીટીંગ માં નક્કી થયા હોવાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મેડિકલ ઓફિસર યુનીયનની ઓનલાઈન મીટીંગ મળી હતી
Advertisement