Proud of Gujarat
FeaturedGujaratINDIA

રૂ. 10 લાખથી વધુ આવક ધરાવતા લોકો દેશમાં સ્થાપી શકે છે સમાનતા… જાણો વધુ.

Share

– દેશમાં સમાનતા સ્થાપવા માટે આ પ્રકારનો નવતર પ્રયોગ કરવાની આવશ્યકતા.

– વધુ પડતો ટેક્ષ ચૂકવતા આસામીઓને આ યોજનાની કલમ 80 હેઠળ વિવિધ રીતે ટેક્ષમાં બાદ અપાશે.

Advertisement

– સરકાર જો આ યોજના અમલમાં લાવે તો દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટી શકે છે. આર્થિક સમાનતાની થઈ શકે છે સ્થાપના.

– આ યોજનાથી અર્થતંત્ર પણ વેગવંતુ બનવાના સંકેતો બુદ્ધિજીવીઓએ આપ્યા.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં સામાજિક જીવન ધોરણ ઊંચું લાવવા અને સમાજમાં સમાનતા સ્થાપિત કરવા કેન્દ્ર સરકારને એક સૂચન કરવામાં આવ્યું છે. સ્ટેટ બેન્કએ પોતાના આ રિપોર્ટમાં જણાવ્યુ છે કે, ભારતમાં 10 લાખથી વધુની આવક ધરાવતા લોકોએ BPL ફેમિલીને દત્તક લઈ તેનું ભરણપોષણ કરવું જોઈએ. સ્ટેટ બેન્કે કેન્દ્રમાં આપેલા આ સુચનમાં વધુમાં જણાવ્યુ છે કે જેની આવક રૂ.10 લાખ કે તેથી વધુ હોય આવા પરિવાર દ્વારા BPL પરિવારને દત્તક લેવામાં આવે અને એક વર્ષ સુધી તેમનું ગુજરાન ચલાવવામાં આવે તો ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટી શકે છે, ભારતમાં ગરીબ પરિવારનાં અનેક બાળકો અભ્યાસ કરવા ઇચ્છતા હોય પરંતુ રૂપિયાનાં અભાવે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી અથવા નાણાંભીડનાં કારણે અમુક પરિવારનાં બાળકો બાળમજૂરી કરતાં હોય છે. આ પ્રકારનાં જરૂરિયાતમંદ પરિવારને દેશમાં રૂ.10 લાખ કે તેથી વધુની આવક ધરાવતા પરિવાર દ્વારા માત્ર એક વર્ષ માટે ગરીબી રેખા હેઠળ જીવતા એક પરિવારને પણ દત્તક લેવામાં આવે તેને દર મહિને રૂ.5000 સહાયરૂપે આપવામાં આવે તો ભારતમાં ગરીબી ઘટી શકે છે, સામાજિક સમાનતા પણ દેશમાં વધશે અને આ એક સ્વેચ્છિક સ્કીમ છે. જેમાં રૂ.10 લાખ કે તેથી વધુ કમાણી કરતો પરિવાર અને ઇન્કમ ટેક્ષ ભરતો હોય તે પરિવાર “એડોપ્ટ એ ફેમિલી” નો ભાગ બની શકે છે. જેનાથી ગરીબી ઘટશે અને અર્થતંત્ર પણ વેગવંતુ બનશે.

ભારતમાં રૂ.10 લાખથી વધુની આવક ધરાવતા અનેક પરિવારો છે તે માત્ર એક વર્ષ માટે જો કોઈ પરિવારને દત્તક લે તો વાર્ષિક રૂ.60 હજાર તેને ચૂકવવાનાં થાય આ સ્કીમમાં ભારત સરકાર એવી પણ જાહેરાત કરવી જોઈએ કે જો કોઈ કરદાતા 50,000 કે તેથી વધુ રકમ ગરીબ પરિવારને આપે તો તેને કલમ 80 ની વિવિધ જોગવાઈ હેઠળ સરકાર દ્વારા ટેક્ષમાં બાદ આપવામાં આવશે. ભારતમાં હાલમાં રૂ.10 લાખથી વધુ કમાણી પર 30 ટકા ટેક્ષ વસૂલવામાં આવે છે. આથી ભારતનાં રૂ.10 લાખથી વધુ કમાણી ધરાવતા પરિવારો ઈચ્છે તો દેશમાં ગરીબ પરિવારોને મદદરૂપ પણ થઈ શકે છે અને તેમણે 30 ટકા ટેક્ષ ભરવો પડે છે તેમાં પણ બાદ મળી શકે છે, જો આ સ્કીમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તો દેશમાંથી અસમાનતા ઓછી થશે તથા અર્થતંત્રમાં પણ સુધારો આવશે. અહીં આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં લાગુ પાડવામાં આવે અને દેશનાં માત્ર 10 ટકા ધનાઢય લોકો આવો સંકલ્પ કરે તો દેશમાંથી ગરીબી ઓછી થશે અને અર્થતંત્ર વેગવંતુ બનશે તેમ કહી શકાય છે.


Share

Related posts

એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષા અંગેની સંપૂર્ણ વિગતો… કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું વધતું સંક્રમણ ચિંતામાં વધારો, ૬૦ થી વધુ ગામો તેમજ શહેરની ૭ થી વધુ સોસાયટીના માર્ગો સિલ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરવા બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીએ પાઠવેલ આવેદન પત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!