ભરૂચનું તંત્ર સાવ સંવેદનશીલતા વિનાનું થઈ ગયું છે. લોકોને સમસ્યાને રિબાવવામાં તંત્રએ કોઈ વસ્તુ બાકી રહેવા દીધી નથી. જેમ કે નાગોરીવાડ જેવા વિસ્તારમાં લોકો ગંદકી વચ્ચે જીવન જીવી રહ્યા છે જેથી મચ્છર અને તેથી વિવિધ રોગચાળાનું ઉપદ્રવ વધી જાય છે. નગરપાલિકા તંત્ર દ્વારા એવું કહેવાયું હતું કે એક ફોન કરો એટલે ગંદકી દૂર થઈ જશે. સ્વચ્છતા અભિયાન અંગે એક મોબાઈલ એપની શરૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ નાગોરીવાડ વિસ્તારનાં રહીશો કહે છે કે અમે અસંખ્ય ફોન કર્યો કોઈ કામ ન થયું. આખરે તા.14/7/2020 નાં રોજ નગરપાલિકાનાં મુખ્ય અધિકારીને સંબોધીને અરજી પણ કરી પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.
આ અગાઉ પણ લેખિતમાં અરજી તા.18-6-2019 નાં રોજ આપવામાં આવી હતી. આ સમય દરમ્યાન કઈ કેટલીવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં ગંદકીની સમસ્યા દૂર થઈ નથી. ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે, માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ વચ્ચે નાના બાળકો કણસી રહ્યા છે. રાહદારીઓનાં પગ અને કપડાં ગંદકીથી ખરડાઇ રહ્યા છે. પરફયુમ છાંટીને ફરતા અધિકારીઓએ અને પદાધિકારીઓએ હવે લોકોના કામ કરવા પડશે એમ ખુદ લોકો કહી રહ્યા છે. આવા વાતાવરણ વચ્ચે નાગોરીવાડ વિસ્તારમાં ઝડપથી ગંદકી દૂર થાય તે જરૂરી છે. નગરપાલિકાનાં વિકાસનાં કામો થાય છે ત્યારે સ્થળ પર જઈ તમામ કામગીરીનો શ્રેય લેનાર અધિકારીઓએ અને પદાધિકારીઓ ફોટો સેશન કરાવતા હોય છે. જયારે આવી ગંદકીઓ નગરપાલિકાની હદમાં બીમારીઓને આમંત્રણ આપતી હોય છે તેવી ગંદકીઓને સ્થળ પર ઊભા રહી સાફ-સફાઈ કરાવી ફોટો સેશન કરે તેવી લોકચર્ચા ચાલી રહી છે.
ભરૂચ : નાગોરીવાડ વિસ્તારનાં રહીશો નર્કાગાર સમાન વિસ્તારમાં કરે છે વસવાટ.
Advertisement