આજરોજ ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચનાં એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભરૂચ પોલીસ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતું. રાજયમાં ચાલુ ફરજ દરમ્યાન કોઈપણ કારણોસર અવસાન પામેલા હોય તેવા પોલીસ અધિકારીઓની યાદમાં સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ સ્મૃતિ દિન નિમિત્તે આજે ભરૂચ જીલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે ઓનર ઓફ ગાર્ડથી સલામી આપી, આ શહીદ પોલીસ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા અને તે નિમિત્તે પોલીસ સંભારણા (શહીદ) કોમોરેશન પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આજનાં આ પોલીસ શહીદ દિન નિમિત્તે પોલીસ હેડ કવાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા ત્યારબાદ શહીદ પોલીસ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા. આ દિનની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રાજયમાં ચાલુ ફરજ દરમ્યાન અકાળે અવસાન પામનાર પોલીસ જવાનોને સમ્માનપૂર્વક યાદ કરવા અને તેમની સ્મૃતિઓને તેમના કાર્યોને બિરદાવવાનું આજે સોનેરી અવસર હોય આથી આજના દિવસે, ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં અકાળે અવસાન પામનાર પોલીસ જવાનોની પ્રસંશનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.
નગરમાં પોલીસની કામગીરી અત્યંત સરાહનીય છે. સમાજ જીવનમાં આપણે તમામ તહેવારો હર્ષ-ઉલ્લાસથી, અને શ્રદ્ધાપૂર્વક ઉજવી શકીએ તેના માટે પોલીસ જવાનો સતત કાર્યશીલ રહેતા હોય છે. કોરોના મહામારીનાં સમયમાં પણ આપણે આપણાં ઘરોમાં સ્વસ્થ અને સુરક્ષિત રહી શકીએ તેના માટે ભરૂચ પોલીસે કરેલા કાર્યો વિસરાવી શકાય તેમ નથી. આથી આજે ભરૂચનાં પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ફરજ પર અવસાન પામેલ પોલીસ જવાનોને યાદ કરી સ્મૃતિ દિનની એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.