– નગરપાલિકા દ્વારા ઊભું કરાયેલ શાકમાર્કેટ દૂર કરાયું.
નગરપાલિકા દ્વારા લોકડાઉનનાં સમય દરમ્યાન વિવિધ શાકભાજીઓની લારીઓનું માર્કેટ કરી ઊભું કરવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે મુખ્ય કારણ શાકભાજીનાં લારીઓનાં સંચાલકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે સાથે શાકભાજીનાં ગ્રાહકો વચ્ચે પણ ડિસ્ટન્સ જળવાય રહે તે હેતુથી લારીઓ ઊભી કરવામાં આવી હતી. લોકડાઉનની પરિસ્થિતી ભલે બદલાય હોય પરંતુ કોરોના અંગેની પરિસ્થિતી બદલાય નથી. હજીપણ ખુદ વડાપ્રધાન સોશિયલ ડિસ્ટન્સ રાખવા અંગેનું જાહેર સૂચન કરે છે. ત્યારે ભરૂચનાં તંત્ર દ્વારા દબાણનાં બહાને શાકભાજીની લારીઓ દૂર કરવાનાં પ્રયાસ કરવામાં આવ્યા છે. શાકભાજીવાળા જાય તો કયાં જાય તેવી પરિસ્થિતીનું સર્જન થયું છે. 100 કરતાં વધુ શાકભાજીનાં વેચાણ કરનારાઓનાં કુટુંબનો ભરણપોષણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેથી શાકભાજીનાં સંચાલકો ઉગ્ર આંદોલન કરશે તેમ જાણવા મળેલ છે.