ભરૂચની સિવિલ હોસ્પિટલની કિરણ પટેલ મેડિકલ કોલેજની આસપાસના વિસ્તારમાંથી કોબ્રા સાપ પ્રવેશી ગયો હતો, કિરણ પટેલ મેડિકલ કોલેજમાં કોબ્રા સાપ પ્રવેશ્યો છે તેની જાણ અહિંના સ્ટાફને થતાં તેઓએ વનવિભાગને જાણ કરી હતી, ત્યારબાદ તુરંત જ જીવદયા પ્રેમી રમેશભાઈ આવી જઇ મેડિકલ કોલેજ ખાતે આવી ગયા હતા અને સાપને પકડવાની કામગીરી સફળ રીતે કરી હતી, સાપને પકડી સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યો હતો.
ભરૂચની સિવિલ હોસ્પિટલની કિરણ પટેલ મેડિકલ કોલેજ ખાતે આજે સવારે અચાનક જ ગેટ પાસે કોબ્રા સાપે દેખા દેતા અહીંનાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી. અહીં અચાનક જ કોબ્રા સાપ આવી જતાં લોકો હતપ્રભ થઈ ગયા હતા અને સ્ટાફમાં એક તરફ ભયનો માહોલ છવાયો હતો પરંતુ તાત્કાલિક ધોરણે વનવિભાગને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ધોરણે કિરણ પટેલ મેડિકલ કોલેજ ખાતે દોડી ગયા હતા અને સાપને પકડવાની કામગીરી આરંભી હતી થોડા જ સમયમાં જીવદયા પ્રેમી એવાં ભરૂચના રમેશભાઈએ સફળતાપૂર્વક સાપને પકડી લીધો હતો. આથી લોકોએ અને કિરણ પટેલ મેડિકલ કોલેજનાં સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો.