*અર્થતંત્ર ગતિમાં આવતા લોકોએ કરાવ્યા ઘર બુક
*લોકડાઉન બાદ ફરી એક વખત આવશે રિયલ એસ્ટેટમાં તેજી
*અર્થતંત્રમાં પડેલી મંદીની અસરથી રિયલ એસ્ટેટમાં પણ ઘેરાઈ હતી મંદી
*તહેવારો નજીક આવતા લોકોએ ફરી કર્યું રિયલ એસ્ટેટમાં રોકાણ
લોકડાઉન બાદ રિયલ એસ્ટેટમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આગામી સમયમાં રિયલ એસ્ટેટમાં સારા દિવસો આવશે તેઓ રિયલ એસ્ટેટના ધંધાર્થીઓ અને બિલ્ડરોએ જણાવ્યું છે. લોકડાઉનની સ્થિતિ બાદ દેશના અર્થતંત્રમાં ભારે મંદીનો માહોલ રહ્યો હતો. રિયલ એસ્ટેટમાં પણ દેશ વ્યાપી મંદીની અસરો જોવા મળી હતી.
આગામી સમયમાં દેશમાં ધંધા- રોજગારમાં થોડી તેજી આવતાં લોકોની સ્થિતિ મહદંશે સુધરી છે આથી હવેના નવા મુહૂર્તના સમયમાં અને તહેવારોના સમયમાં લોકોએ ફરી રિયલ એસ્ટેટ તરફ નજર ફેલાવી છે. તહેવારોના સમયમાં લોકો નવા મકાનના મુહૂર્ત કરવા અને પોતાના માટે નવા મકાન ખરીદવા અંગે બિલ્ડરનો સંપર્ક કરતા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે રિયલ એસ્ટેટમાં મંદીનો માહોલ ફર્યા બાદ હવે લોકો ફરીથી ઘર ઓફિસ દુકાન અને ફલેટ બુક કરાવતા થયા છે. ફરી એક વખત દેશમાં રોજગારીઓ શરૂ થતાં અને અર્થતંત્ર ધીમે ધીમે ગતિમાન આવતા લોકો પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા તૈયાર થયા છે.