કરજણ તાલુકાના સાંસરોદ ગામ નજીક આવેલી હોટલ કાઠિયાવાડી ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકરોની મીટીંગ યોજાઇ હતી. જેમાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કરજણ તાલુકાના સાંસરોદ ગામ નજીક આવેલી હોટલ કાઠિયાવાડી ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ વલણ જિલ્લા પંચાયતમાં આવતા ગામોના ભાજપના કાર્યકરોની મીટીંગ યોજી હતી. મનસુખભાઈ વસાવાએ કાર્યકરોને જણાવ્યું હતું કે આગામી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને જીતાડવા કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી. મિટિંગમાં ભરૂચ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયેશ સોજીત્રા, ભરૂચ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ, મારૂતિસિંહ અટોદરિયા, સોહેલ પઠાણ, રાકેશ વસાવા, રમણીક પેન્ટર, સલીમ વકીલ, તેમજ વલણ જિલ્લા પંચાયત બેઠકની હદમાં આવતા ગામોના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અહીં નોંધનીય છે કે આગામી નવેમ્બર માહિનામાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાનાર હોય ગુજરાતના બંને પક્ષો દ્વારા ચૂંટણીને અનુલક્ષીને મિટિંગનો દોર શરૂ થયો છે તેવામાં ભાજપ દ્વારા પણ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને તાજેતરમાં ભરૂચના સાંસદ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અને આસપાસના વિસ્તારના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં ચૂંટણીઓનાં ધમધમાટ અને મિટિંગોના દોરમાં ભાજપ કેવી રણનીતિ તૈયાર કરે છે તે તો જોવું રહ્યું અને બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આગામી ચૂંટણીને અનુલક્ષીને મિટિંગનો દોર શરૂ થયો છે આથી જોવું રહ્યું કે આગામી વિધાનસભાની પેટા ચુંટણીમાં કોનું પલ્લું ભારી રહે છે ? તાજેતરમાં કરજણ બેઠકના સંદર્ભે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા યોજાયેલ ચુંટણીમાં ગુપ્ત રીતે ચૂંટણીને અનુલક્ષીને અનેક યોજનાઓ ઘડાઈ હશે જે સમય આવતા ખ્યાલ આવશે તેવું લાગે છે.