નવરાત્રિએ માં શક્તિનું મહાપર્વ કહેવામાં આવે છે આથી તેના અનુસંધાને ભરૂચનાં રોટરેકટ કલબનાં સભ્યો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભરૂચમાં વિવિધ રીતે કાર્ય કરતી નારી શક્તિનું સન્માન કરવામાં આવશે. નવરાત્રિનાં 9 દિવસ સુધી શહેરમાં અલગ-અલગ રીતે કાર્ય કરતી વર્કિંગ વુમનને સન્માનીત કરાશે. જેમાં શિક્ષિકા, ડોકટર, નર્સ અને સફાઈ કર્મચારી મહિલાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરશે.
રોટરેકટ કલબ દ્વારા વધુમાં જણાવાયું છે કે આ વર્ષે ગુજરાતીઓનો કહેવાતો મહાપર્વ કોરોના મહામારીને કારણે બંધ રાખવામા આવ્યો છે નવરાત્રિ પર્વે જાહેર સ્થળોમાં નવરાત્રિ નિમિત્તે ગરબા ગાવાનું આયોજન બંધ છે. ત્યારે નવરાત્રિ પર્વ એટલે જગત જનની માં અંબે નારી શક્તિનું મહાપર્વ માનવમાં આવે છે. ઐતિહાસિક દંતકથા અનુસાર માં અંબે 9 દિવસ સુધી મહીસાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું હતું અને નવમાં દિવસે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના અનુસંધાને હાલ મહિલાઓ પણ કૌટુંબિક જીવન તથા સમાજમાં વિવિધ હોદ્દાઓ પર પોતાનું કાર્ય કરી રહી છે જેમાં નિયમિતપણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી સમાજમાં નર્સ, ડોકટર, શિક્ષિકા, પોલીસ, પત્રકારત્વ, કોર્પોરેટ સેકટરમાં, રાજકારણ, સફાઈ કર્મચારી વગેરે જેવા હોદ્દાઓ પર પોતાની કામગીરી કરે છે.
આથી ભરૂચનાં રોટરેકટ કલબ દ્વારા સમાજમાં અનેરું સ્થાન ધરાવતી મહિલાઓને સન્માનીત કરી શારદીય નવરાત્રિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભરૂચમાં ડિસ્ટ્રીકટ 3060 હેઠળ વિવિધ મહિલાઓને સન્માનિત કરાયા હતા. આ તકે રોટરેકટ પ્રેસિડન્ટ જયમિની વ્યાસ, ડી.આર.આર. સ્વ્પ્નીલ, સેક્રેટરી નવીન નહારીયા ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ રોટરેકટ કલબ દ્વારા શારદીય નવરાત્રિ નિમિત્તે નારી શક્તિનું સન્માન.
Advertisement