દિપાવલી પર્વને આરે હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ભરૂચ નગરપાલિકાનાં રોડ-રસ્તા અને પાણીનાં વિવિધ કામો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાનાં વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યુ હતું કે વિવિધ ગ્રાન્ટો આવી ચૂકી છે તેમ છતાં તેનો ઉપયોગ થતો નથી જેથી લોકોને પારાવાર તકલીફો પડી રહી છે આ તકલીફો દૂર કરવા માટે બિસ્માર રસ્તા અને અન્ય કામો માટે આવેલી ગ્રાન્ટોનો સમયસર ઉપયોગ કરવામાં આવે તેવી રજૂઆત વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાળા, સલિમ અમદાવાદી વગેરેએ કરી હતી. રજૂઆતમાં નાણાંપંચમાંથી આવેલ ગ્રાન્ટનો ઉપયોગ સમયસર થવો જોઈએ એમ જણાવાયું હતું. જે અંગે નગરપાલિકાનાં પ્રમુખ સુરભિબેન તમાકુવાળાએ જણાવ્યુ હતું કે જેમ બને તેમ જલ્દી ગ્રાન્ટનાં નાણાંનો ઉપયોગ કરવામાં આવશે આ અંગે ગાઈડલાઇનની રાહ જોવાઈ રહી છે. ગ્રાન્ટ આવતાની સાથે રસ્તા તેમજ અન્ય નગરનાં કામો કરવામાં આવશે એમ જણાવાયું હતું.
ભરૂચ નગરપાલિકાનાં વિવિધ પ્રશ્નો યથાવત રહ્યા છે. જયારે કેટલાક કામો ગ્રાન્ટનાં અભાવે કરવામાં આવ્યા નથી એવું જાણવામાં આવે છે. હવે જયારે ગ્રાન્ટ પૂરતી માત્રમાં છે ત્યારે સમયસર કામ થઈ જાય તેવી માંગણી વિપક્ષ દ્વારા કરવામાં આવે છે. દિપાવલી પર્વને આડે 1 મહિનાનો સમય છે ત્યારે આ પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય તો લોકોને સુવિધા અને સવલત પ્રાપ્ત થાય, નગરનાં મુખ્ય રસ્તા જેવા કે લિંકરોડથી માંડીને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર ઊંડા ખાડા જણાય રહ્યા છે તે ગ્રાન્ટનાં નાણાંનો ઉપયોગ કરી પૂરી દેવામાં આવે તો લોકોને અને વાહન ચાલકોને ખૂબ રાહત રહે તેવી લોકચર્ચા ચાલી રહી છે તે સાથે ભરૂચ નગરનાં અન્ય પ્રશ્નો જેવા કે પાણીનાં પ્રશ્નો અંગે પણ હજી પણ ઘણા કામો કરવાના બાકી રહ્યા છે પૂરતા દબાણથી પાણી આવે તે પણ એટલું જ જરૂરી છે.
ભરૂચ નગરપાલિકાનાં વિરોધ પક્ષનાં સભ્યોએ ગ્રાન્ટનો ઉપયોગ કરી વિકાસનાં કામો કરવા રજૂઆત કરી.
Advertisement