ભરૂચ જીલ્લામાં ચોરીનાં તસ્કરોનો તરખાટ વધી જતાં રેન્જ આઈ.જી. વડોદરા હરિકૃષ્ણ પટેલ અને ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની સૂચના આપેલ હોય આથી તાજેતરમાં પાર્ક કરેક વાહનોમાંથી રોકડ રકમ તથા કિંમતી વસ્તુની ઉઠાંતરી કરતી તમિલનાડુની એક ગેંગનાં તસ્કરો ચોરી કરી તરખાટ મચાવતા હોય તાજેતરનાં એક બનાવમાં આનંદ રેસ્ટોરન્ટ પાસે ફોરવ્હીલ ગાડીમાંથી બેગમાં રાખેલ રોકડ રકમ રૂ.80 હજારની ચોરીનો ગુનો ભરૂચ સી ડીવીઝનમાં નોંધાયો હોય જેને પકડી પાડવા પોલીસે વોચ ગોઠવી હતી આથી ઇપીકો કલમ 379 મુજબ તપાસ કરતાં અને બનાવનું સ્થળ નિરીક્ષણ કરતાં ત્યાં લગાવવામાં આવેલા સી.સી.તી.વી. ફૂટેજમાં આ સમગ્ર બનાવમાં કુલ 4 વ્યક્તિઓ હોય, અને કારમાંથી રોકડની ઉઠાંતરી કરી ગયેલ હોય આથી ભરૂચ સિટી સી ડીવીઝન પોલીસનાં પી.આઇ. ડી.પી.ઉનડકટ તથા જી.બી. પટેલે તપાસ કરતાં ખૂલ્યું હતું કે તમિલનાડુની “ત્રીચી” ગેંગ ભરૂચમાં અવારનવાર આ પ્રકારની ચોરીઓ કરતી હોવાનું ખૂલ્યું હતું. આ ગેંગનાં આરોપીઓને પોલીસે પકડી પાડયા છે જેમાં આરોપીઓ 1) સુબ્રમણ્યમ સુગૈયાન ત્રિપદી રહે. સમૂહ વસાહત દરબાર હોટલ રોડ જી.સુરત મૂળ રહે. તમિલનાડું 2) દીપકભાઈ નાગરાજ રાજૂ રહે. સમૂહ વસાહત દરબાર હોટલ રોડ જી.સુરત મૂળ રહે. આંધ્રપ્રદેશ 3) રમેશભાઈ સુરેશભાઇ રહે. રહે. સમૂહ વસાહત દરબાર હોટલ રોડ જી.સુરત મૂળ રહે. આંધ્રપ્રદેશ ત્રણેય આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. આશરે 80 હજારનો મુદ્દામાલ તથા ડોકયુમેન્ટ ત્રણ દિવસ પહેલા ઝાડેશ્વર ચોકડી પાસેથી એક ફોરવ્હીલ ગાડીમાંથી ચોરી કરેલ તથા અંકલેશ્વર APMC માર્કેટમાંથી એક ફ્રૂટની દુકાનમાંથી રોકડ રૂ. 60,000 ની ચોરી કરેલ તથા ભરૂચમાં કસક સર્કલ પાસે એક રિક્ષામાંથી રૂ.40,000 ની ચોરી કરેલ, આજથી 10 મહિના પહેલા સુરત કામરેજ ચોકડી પાસેથી એક ફોરવ્હીલ ગાડીમાંથી રૂ.50,000 ની ચોરી કરેલ અને અંકલેશ્વર વાલિયા ચોકડી પાસેથી ઇકો સ્પોર્ટસ કારમાંથી રૂ. 1,20,000 ની ચોરીની આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપેલ છે.
ભરૂચ જિલ્લામાં તમિલનાડુ ગેંગનો તરખાટ : ફોરવ્હીલમાંથી કેવી રીતે થાય છે ચોરી ? જાણો વધુ…
Advertisement