Proud of Gujarat
FeaturedGujaratINDIA

Jio માર્કેટમાં લોન્ચ કરશે માત્ર રૂ. 5000 માં સ્માર્ટફોન, જાણો વધુ.

Share

ભારતમાં Jio લાવી રહ્યું છે 5G સ્માર્ટફોન માત્ર રૂ. 5000 માં હાલમાં ભારતનાં બજારોમાં 5G સ્માર્ટફોનની કિંમત રૂ. 27,000 કે તેથી વધુ છે તેવા સમયમાં નાના પાયનાં વ્યવસાયકારો અને લો બજેટ ધરાવતા વિદ્યાર્થીઓ અને યુઝર્સ માટે Jio ટૂંક સમયમાં ભારતનાં બજારમાં 5G સ્માર્ટફોન સસ્તા દરે આપવાની તૈયારી મુકેશ અંબાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર રીલાયન્સ Jio ટેલિકોમનાં માલિક મુકેશ અંબાણી દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તેવું જાણવા મળ્યું હતું કે ભારતમાં મધ્યમ પરિવારોની સંખ્યા વધુ પડતી છે હજુપણ ભારતમાં નાના પાયનાં વ્યવસાયકારો, વિદ્યાર્થીઓ 2G નેટવર્કનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ ભારતમાં હજુપણ 30 કરોડ જેટલા લોકો 2G નેટવર્કનો ઉપયોગ કરે છે. આથી મધ્યમવર્ગીય પરિવારોને સસ્તા દરે મોબાઈલ અને તેની સાથે 5G નેટવર્ક પૂરું પાડવા ટે રિલાયન્સ એજીએમ માઇક્રોસોફટ દ્વારા Jio રૂ. 32 હજાર કરોડનું રોકાણ કરી ભારતીય બનાવટનાં સ્માર્ટફોન સસ્તા દરે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની કિંમત રૂ.5000 શરૂઆતમાં રાખવામા આવશે. ત્યારબાદ તેની કિંમત રૂ.2500 થી 3000 ઘટાડીને કરવામાં આવશે.

હાલ ભારતનાં બજારોમાં 5G સમાર્ટફોનની કિંમત રૂ. 27,000 કે તેથી વધુ લેવામાં આવે છે. તેવામાં Jio દ્વારા નવા સ્માર્ટફોન માત્ર રૂ.5000 માં આપવામાં આવશે તો સારી-સારી સ્માર્ટફોનની કંપનીઓને તેના મોબાઈલ ફોનની કિંમતમાં ઘટાડો કરવો પડશે. તેમજ હાલ ભારતનાં બજારોમાં આઇડિયા, વોડાફોન, એરટેલ જેવી ટેલિકોમની કંપનીઓ પણ ભારતનાં ટેલિકોમ ક્ષેત્રમાં Jio ની એન્ટ્રી થયા બાદ ચિંતામાં ડૂબી ગઈ હતી. તો Jio નાં ભારતમાં યુઝર્સ પણ વધતાં જાય છે. સસ્તા દરોમાં 3G, 4G નેટવર્ક આપતી ભારતની પ્રથમ કંપની Jio કહેવાઈ છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મુકેશ અંબાણી દ્વારા Jio નાં ફોન બજારોમાં માત્ર રૂ.1500 ની કિંમતમાં આપવામાં આવ્યા હતા. ભારતનાં બજારોમાં આ પ્રકારનાં સસ્તા દરનાં મોબાઈલ ફોન મેળવવા લોકોએ પડાપડી કરી હતી. Jio નાં ફોન સસ્તા દરે અને તેનું ટેલિકોમ નેટવર્ક પણ નજીવા દરે પ્રાપ્ત થતું હોઈ તો ભારતનાં નાના મધ્યમવર્ગીય કુટુંબ ધરાવતા લોકોની પ્રથમ પસંદ Jio ફોન હતી. આગામી સમયમાં પણ ભારતીયોની પ્રથમ પસંદ Jio સ્માર્ટ ફોન બની શકે છે ? Jio નો ફોન માર્કેટમાં લોન્ચ થાય તે પહેલા સ્માર્ટ ફોનની સારી સારી કંપનીઓમાં ભયનો માહોલ પ્રસર્યો છે. પરંતુ અહીં નોંધનીય છે કે હજુ આ તમામ બાબતો રિલાયન્સનાં માલિક મુકેશ અંબાણીએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે, તેનો કોઈ જ જવાબ હજુ સુધી Jio ને મળ્યો નથી. સરકાર 5G ટેલિકોમની Jio ને મંજૂરી આપશે ? કે શું ? તે આગામી સમયમાં જોવું રહ્યું ?


Share

Related posts

ભરૂચ : દહેગામ ચોકડીની અલનુર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી.

ProudOfGujarat

વડોદરામાં કારેલીબાગના ગીતાંજલિ એપાર્ટમેન્ટમાંથી ગાંજાનો જથ્થો વેચનાર બે ઇસમોને ઝડપી પાડયા

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે બાલુભાઈ મૈસુરિયા(લક્ષ્મી) પરિવાર દ્વારા શેરડી કાપતા મજૂરો ને નાસ્તા નુ વિતરણ કરવા માં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!