ભરૂચ જીલ્લાનાં ઝધડિયા તાલુકાનાં બોરિદ્રા ગામ પાસેથી પસાર થતી ખાડીમાં પાણી છોડવા અંગેની કંપનીની બેજવાબદારી ભરેલ આદતમાં કોઈ સુધારો આવ્યો નથી.
GPCB દ્વારા સેમ્પલ લેવાયા હોવા છતાં GPCB તંત્રને ધોળીને પી ગયા હોય તેમ ઝધડિયા તાલુકાનાં બોરિદ્રા વિસ્તારમાં આ પંથકમાં આવેલ કેટલાક કંપનીનાં કર્તાહર્તાઓએ આ વારંવારનું વલણ અપનાવ્યું હોય તેમ ફરી એકવાર એ જ ખાડીમાં એ જ રીતે દૂષિત પાણી છોડતા માછલીઓનાં મોત નીપજયાં હતા સાથે ખેતરની જમીનને પણ નુકસાન પહોંચ્યું હતું આ બાબતે બે હકીકત લોકોમાં ચર્ચાઇ રહી છે કે કયાં તો GPCB નાં તંત્ર સાથે કંપનીનાં કર્તાહર્તાઓનું મેળાપીપણું છે કે GPCB તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની કોઈ પરવાહ કંપનીનાં કર્તાહર્તાને નથી એટલી હદે તેઓ ટેવાઇ ગયેલા છે.
Advertisement