ભરૂચમાં નવરાત્રિના તહેવારને અનુસંધાને પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર ડ્રાઈવ ચાલવામાં આવી છે.આ ડ્રાઈવ મુજબ આજે દહેજના વડતલા થી ભરૂચ એલ.સી.બી એ કુલ રૂપિયા 2,75,000નો મુદ્દામાલ ઝડપી પડ્યો છે. આ બનાવની મળતી વિગતો અનુસાર નવરાત્રિના તહેવાર દરમિયાન પોલીસ અધિકક્ષકની સૂચના થી મોટા નામચીન બુટલેગરો પર નઝર રાખી હતી અને ગણનાપાત્ર કેશો શોધી કાઢવા રેન્જઆઇ.જી. ની સૂચના હોય આ સૂચના ન આધારે અલગ –અલગ ટીમો બાનવવામાં આવેલ જે દરમિયાન એલ.સી.બી.ની ટિમ દહેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલકે દહેજ થી વાગરા જતી કેનાલ રોડ પર અમુક ઈસમો દારૂની હેરા ફેરી કરી રહ્યા છે, તે ચોક્કસ બાતમીન આધારે એલ.સી.બી ના પી.આઇ. એ.એસ.ચૌહાણે આ રોડ પર નાઈટ પેટ્રોલીંગ કરતાં ઇકો ગાડી નંબર –GJ-06 AZ 8470 માં રણજીત સિહ ઇબ્રાહિમ રણા રે. મસ્જીદ ફળિયું પહાજગામ તા.વાગરા જી. ભરુચ ના રહેવાસી ઇકો ગાડીમાં ભારતીય બાનાવટનો ઇંગ્લિશ દારૂની હેરા ફેરી કરતાં પોલીસે પકડી પડ્યો છે. જેની પાસે અલગ-અલગ બનાવટના 20 બોક્સ મળી આવ્યા છે. જેમાં કુલ બોટલ નંગ-240 જેની કિમતરૂ.1,20,000 મોબાઈલ નંગ-1 કિમત રૂપિયા 5000 અને ઇકો કાર ની કિ.રૂ. 1,50,000 મળી કુલ રૂ.2,75,000 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પડ્યો છે. આ કામગીરીમાં ભરુચ એલ.સી.બી ના પી.આઇ. એ.એસ.ચૌહાણ, જયેન્દ્રભાઈ, હિતેશ ભાઈ અને પો.કો. મહિપાલ સિંહ, શ્રીપળ સિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. અહી નોંધનીય છે કે ભરૂચ પોલીસે બે દિવસ માં દારૂની હેરફેરી કરતાં 6 બુટલેગરોને પકડી પડ્યા છે.
બે દિવસમાં ૬ બુટલેગરોને પકડી પાડતી ભરૂચ પોલીસ
Advertisement