– ભરૂચ જીલ્લા યુવા કોંગ્રેસનાં પ્રમુખે વ્યકત કર્યો જીતનો સૂર.
– સરકારની વધુ પડતી નિષ્ફળતા બની શકે છે કોંગ્રેસની જીતનું કારણ.
– કોવિડ-19 ની અસરના કારણે યુવા બેરોજગારીનાં મુદ્દે પ્રચાર કરી શકે છે કોંગ્રેસ ?
– કરજણ ખાતેની મળેલી કોંગ્રેસની મિટિંગમાં પ્રદેશ કક્ષાનાં વિવિધ મુદ્દાની કરાઇ છણાવટ.
ગુજરાત યુવા કોંગ્રેસનાં પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ધારા સભ્યની અધ્યક્ષતામાં પ્રદેશ કોંગ્રેસનાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આજે કરજણ ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયતની આગામી ચૂંટણીને અનુલક્ષીને એક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારનાં હોદ્દેદારોની નિમણૂક કરાઇ હતી. આગામી સમયમાં વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ મોંધવારી, યુવા બેરોજગારી સહિતનાં વિવિધ મુદ્દે સરકારની નિષ્ફળતાઓનાં મુદ્દે ધ્યાનમાં રાખીને આગળ વધશે. જેની કામગીરીની સોંપણી અને કરજણ ખાતેની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી પ્રદેશનાં હોદ્દેદારની નિમણૂક કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લાનાં કોંગ્રેસનાં પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યુ હતું કે આજે કરજણ ખાતે મળેલી બેઠકમાં ગુજરાત યુવા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયતની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પ્રદેશ કક્ષાનાં જીલ્લા પ્રમુખની નિમણૂક કરાઇ હતી. વિધાનસભાના સભ્યની તમામ જવાબદારીઓ સીટ મુજબ આ મિટિંગમાં વિવિધ હોદ્દેદારોને સોંપવામાં આવી હતી. જેમાં મધ્ય ગુજરાતનાં તમામ જીલ્લા પ્રમુખ અને વિધાનસભાનાં પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુવા કોંગ્રેસનાં ભરૂચના પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યુ હતું કે કોંગ્રેસનાં કાર્યકરો જનતાની સાથે રહી પોતાની કામગીરી નિષ્ઠાથી નિભાવશે. આગામી જીલ્લા પંચાયતની યોજાનાર ચુંટણીમાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતાનાં મુદ્દા મોંધવારી, યુવા બેરોજગારીનો મુદ્દો તેમજ ખેડૂતોનાં વિવિધ પ્રશ્ને ચૂંટણી લડશે. તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીનાં તમામ પ્રમુખ તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે અને આગામી ચુંટણીમાં જનતાનાં પ્રશ્નોને સાથે રાખી કોંગ્રેસ પક્ષ તેની નિષ્પક્ષ કામગીરી અને જનતાની સાથે રહી ચોકકસપણે વિજય પ્રાપ્ત કરશે તેવો સૂર વ્યકત કર્યો હતો. આજે કરજણ ખાતે કોંગ્રેસની મળેલી ખાસ મિટિંગમાં તમામ વિસ્તારનાં સીટ મુજબનાં પ્રમુખને તેમની જવાબદારી સોંપાઈ ચૂકી છે. આગામી સમયમાં તેઓને જનતા સાથે રહી કામગીરી કરવાની હોય અને કોંગ્રેસ પાર્ટીનાં પંજાને જીતાડવાનો હોય આજે યુવક કોંગ્રેસની અધ્યક્ષતામાં આ પ્રકારનાં અનેક નિર્ણયો લેવાયા છે.
અત્રે નોંધનીય છે કે વર્ષ 2020 માં કોવિડ-19 ની અસરનાં કારણે તેમજ લોકડાઉનનાં લીધે ભાજપ સરકારની અનેક નિષ્ફળતાઓ સામે આવી છે. લોકડાઉન બાદ યુવા બેરોજગાર અને ખેડૂતોના મહત્વનાં પ્રશ્નો પણ હાલની ભાજપ સરકાર સોલ્વ કરવામાં નિષ્ફળ નીવડી છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગામી યોજાનાર પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસનું પલ્લું કેટલી હદ સુધી ભારી રહેશે ? અને લોકોનું કેવું સમર્થન કોંગ્રેસને મળશે તે તો આગામી સમય જ બતાવશે ? પરંતુ હાલના સમયે સરકારની નિષ્ફળતાઓ અનેક ક્ષેત્રે જોવા મળે છે જેના લીધે આગામી પેટા ચુંટણીમાં કોંગ્રેસનું પલ્લું ભારે રહેશે અને કોંગ્રેસનો જીતનો સૂર સિદ્ધ થાય તેવું લાગી રહ્યું છે.