ભરૂચ જીલ્લામાં છ અર્બન કો-ઓપરેટીવ બેંકનાં પ્રતિનિધિની નિમણૂક કરવાની હોય જેમાં બોર્ડ ઓફ ડીરેકટર્સની વર્ષ ૨૦૨૦-૨૦૨૫ માટે સરકારી બેંકોનું પ્રતિનિધિત્વ કરવા માટે અમદાવાદ ખાતે એક ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરવા માટે હાંસોટ નાગરિક સહકારી બેંક લિ. નાં પૂર્વ ચેરમેન અને હાલના ડિરેકટર કરશનભાઇ રણછોડભાઇ પટેલની ભરૂચ જીલ્લા માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે.
ધી ગુજરાત અર્બન કો- ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અમદાવાદ જે ગુજરાત રાજયની તમામ સરકારી બેંકોનું પ્રતિનિધિત્વ કરે છે જેની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની દર પાંચ વર્ષે ચૂંટણી યોજાઇ છે. જેમાં આ વર્ષે પણ વર્ષ 2020 થી 2025 માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભરૂચ જીલ્લામાં આવેલ છ અર્બન કો-ઓપરેટિવ બેંક માટે એક પ્રતિનિધિની નિયુક્તિ કરવાની હોય છે. આ ચુંટણીમાં આ વર્ષે ભરૂચ જીલ્લાની બેઠક માટે ધી હાંસોટ નાગરિક સહકારી બેંકનાં પૂર્વ ચેરમેન અને હાલના ડિરેકટર કરશનભાઇ રણછોડભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ છે. આ ક્ષેત્રનો કરસનભાઇ બૃહદ અનુભવ ધરાવે છે. કો-ઓપરેટિવ બેંકોના પ્રશ્નોને તેઓ વાચા આપશે. તેમજ તેઓના વિશાળ અનુભવ અને કાર્યપ્રણાલિકાથી કો-ઓપરેટિવ બેંકોનાં પ્રશ્નો આગામી સમયમાં દૂર થશે તેવું ભરૂચ જીલ્લાનાં સહકારી આગેવાનોની આશા છે. કરશનભાઇ પટેલની ભરૂચ જીલ્લા માટે બિનહરીફ વરણી થતાં સહકારી બેંકો ગૌરવ અનુભવે છે.