આજથી શારદીય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે મોટાપાયે થતાં નવરાત્રિ મહોત્સવો કોવિડ-19 નાં લીધે રદ કરવામાં આવ્યા છે. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોસાયટી તેમજ ફલેટમાં ગરબા રમવાની જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત બાદ મુખ્યમંત્રી દ્વારા ફરી જણાવવામાં આવ્યું છે કે સોસાયટીમાં માત્ર માં શક્તિની આરાધનાનાં પર્વ નિમિત્તે માત્ર આરતી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરી શકાશે. આજે સવારે ભરૂચનાં નબીપુર પોલીસ મથકમાં પી.આઇ દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લામાં નવરાત્રિનાં પર્વે સરકારી ગાઈડલાઇનને અનુસરવાની માહિતી અપાઈ હતી.
જેના ભાગરૂપે આજથી શરૂ થઈ રહેલા નવરાત્રી મહોત્સવ સંદર્ભે ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમિરાજ સિંહ રાણાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લાનાં પી.આઇ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે નબીપુર પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારના ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પી.એસ.આઈ. અમીરાજસિંહ જે. રાણાના માર્ગદર્શન હેઠળ એક બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ હાલની કોરોનાની મહામારી વચ્ચે આ પર્વની ઉજવણી સરકારના માર્ગદર્શન હેઠળ કાઈ રીતે કરવી તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક યોજાઇ ગયા બાદ ભરૂચ જિલ્લા માટે એવું નક્કી કરાયું છે કે કોવિડ-19 નાં કારણે અને સરકારના આદેશ અનુસાર ફક્ત આરતીનું આયોજન થઈ શકશે.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નક્કી કરાયું છે કે કોવિડ-19 ની અસરોના કારણે જાહેરમાં ગરબા રમવા પર પરતિબંધ મુકાયો છે સોસાયટી કે પોતાના ફલેટમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે માત્ર માં આંબેની આરતી કરી શકશે. ગરબા રમવા પર સરકારી આદેશ અનુસાર અનુસરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બહાર ગરબા રમવા પર પ્રતિબંધ હોય દર વર્ષે મહિલા મંડળો દ્વારા વેલકમ નવરાત્રિ અને બાય બાય નવરાત્રિ જેવા આયોજનો હાથ ધરાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ભરૂચમાં ગરબા રમવા પર નબીપુર પોલીસ મથકમાં નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ પ્રતિબંધ મુકાયો છે આથી આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને માં આંબેના નવલા નોરતામાં સહભાગી થઈ શકશે નહીં. આજે ભરૂચ જીલ્લાનાં નબીપુર પોલીસ મથક ખાતે નક્કી કરાયું છે કે નવરાત્રિનાં પાવન પર્વની ઉજવણી સરકારની ગાઈડલાઇન અનુસાર કરવામાં આવશે. કોઈપણ જાહેર સ્થળોએ ગરબાની મંજૂરી આપવામાં આવી નથી.