ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ કેન્દ્રનાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં એક પત્ર લખી ભરૂચનાં યુવાનોની બેરોજગારી વિષેની છણાવટ કરી છે. આ પત્રમાં ભરૂચમાં આવેલી કંપનીઓમાં સ્થાનિક લોકોને કામગીરી મળે તેવો ઉલ્લેખ કર્યો છે.
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ વધુ એક સ્ફોટક પત્ર પ્રધાનમંત્રી કાર્યાલયનાં રાજયમંત્રી જીતેન્દ્રસિંહને લખીને જણાવ્યુ છે કે ભરૂચ જીલ્લાનાં સ્થાનિક એકમોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી જેથી બેકારીનો દર ભરૂચ જીલ્લામાં વધી રહ્યો છે. આ સ્ફોટક પત્રમાં સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતનાં ભરૂચમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઔદ્યોગિક એકમોમાં ભરૂચનાં સ્થાનિક યુવાનોને રોજગારી પ્રાપ્ત થવી જોઈએ તેમજ વધુમાં જણાવ્યુ છે કે સરકાર દ્વારા અર્થતંત્રને મજબૂત કરવા માટે અનેક ઉદ્યોગોની સ્થાપના ભરૂચ ખાતે કરવામાં આવી છે. ઓ.એન.જીઆઇ.સી. અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની પણ અહીં સ્થાપના કરાઇ છે. આ કંપનીઓમાં ભરૂચનાં સ્થાનિક યુવકોને રોજગારો આપવી જોઈએ. સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત ન થતાં ભરૂચનાં બેરોજગાર યુવાનોમાં નારાજગી જોવ મળી છે આથી આ પત્ર દ્વારા હું આપણે રજૂઆત કરું છું કે ઓ.એન.જીઆઇ.સી. પેટ્રો લિ. (ઓપેલ) માં ભરૂચના સ્થાનિક મિકેનિક યુવાનોને રોજગારી આપવા માટેની માંગણી છે.