– રાજપીપળા એ એક ઐતિહાસિક શહેર છે કરજણ નદીનાં વિસ્તારમાં વર્ષો જૂના આવેલા છે અખાડા.
– સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળાનાં પ્રાણ પ્રશ્નો અંગે કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત.
– ખેડૂતોની ફળદ્રુપ જમીનોનું ધોવાણ અટકાવવા બ્રિજથી સ્મશાન સુધી સંરક્ષણ દીવાલ બનાવવા માટે અનેક રજૂઆતો કરી છે.
– શહેરની પાછળનાં ભાગના રસ્તાઓનું ધોવાણ અટકાવવા સાંસદ દ્વારા સંતોષકારક પરિણામ ન મળતા આખરે આ મુદ્દે મુખ્યમંત્રીને આપ્યો લેખિત
પત્ર.
ભરૂચ જીલ્લાના અનેક પ્રશ્નો વિષે સાંસદ મનસુખ વસાવા અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, હાલના સમયમાં રાજપીપળાના બ્રિજથી સ્મશાન સુધી દીવાલ બનાવવાના પ્રશ્ને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિત પત્ર લખી રજૂઆત કરી છે.
આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર નર્મદા જીલ્લાનું રાજપીપળા શહેર એ એક ઐતિહાસિક શહેર છે, જેને લોકો મિની કાશ્મીર કહે છે, રાજપીપળા શહેર કરજણ નદીના કિનારે વસેલું શહેર છે, અહી વર્ષો જૂના અખાડા આવેલા છે પૌરાણિક મહાદેવના મંદિરો આવેલા છે તેમજ ખેડૂતોની ફળદ્રુપ જમીનો પણ આવેલી છે, ભારે વરસાદના કારણે જ્યારે પણ કરજણ ડેમનું પાણી છોડવામાં આવે છે ત્યારે મોટા ભાગના ખેડૂતોની જમીનનું ધોવાણ થઇ જાય છે. રાજપીપળા શહેરની પાછળના ભાગમાં આવેલ રસ્તો વરસાદી પાણીના ધોવાણ ના કારણે તૂટી રહ્યો છે જેના કારણે ગંભીર પ્રકારની સમસ્યાઓ ઉદભવી છે, છેલ્લા 10 વર્ષથી આ ધોવાણ અટકાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઇ સંતોષકારક પરિણામ આવ્યું નથી, આથી રાજપીપળાની પ્રજા ખુબ જ નારાજ છે બ્રિજથી સ્મશાન સુધીમાં સરક્ષણ દીવાલ બનાવવામાં આવે તેવી અહીંના રહેવાસીઓની માંગણી છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજપીપળાના પ્રાણ પ્રશ્નો વિષે સાંસદ મનસુખ વસાવાએ અનેક રજૂઆતો કરી છે તેમ છતાં સરકાર દ્વારા આજદિન સુધી કોઈ રજૂઆતને ધ્યાને લઈ કામગીરી પુરાણ કરવામાં આવી નથી જેના કારણે આ વિસ્તારના સાંસદ સભ્ય દ્વારા મુખ્યમંત્રી સમક્ષ લેખિત પત્ર પાઠવી સ્મશાન સુધી સંરક્ષણ દીવાલ બનાવવાની માંગણી કરી છે. આ માંગણીનો ખરો સ્વીકાર ક્યારે કરવામાં આવશે ?! તે તો આવનારો સમય જ બતાવશે…!