– ખેતરમાંથી પસાર થતી ઓ.એન.જી.સી. ની લાઇનમાં ધડાકાભેર આગ લાગી.
– તાબડતોડ ફાયરનાં જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા.
– સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ કરી પુષ્ટી.
ભરૂચનાં દહેજ પાદરીયા કડોદરા વિસ્તારમાં રાત્રિનાં સમયે ગેસની પાઇપલાઇનમાં પ્રચંડ ધડાકા સાથે એકાએક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ટૂંક સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાંની સાથે જ તાબડતોડ ફાયરબ્રિગેડનાં જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા સદનસીબે ખેતરમાંથી પસાર થતી લાઇનમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી અનુસાર ભરૂચનાં દહેજ પાદરીયા વિસ્તારમાં ખેતરમાં આવેલી ઓ.એન.જી.સી. ની ગેસની પાઇપલાઇન લીક થતાં ભીષણ આગ લાગી હતી. આ આગની જવાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી અંદાજે 10 કી.મી. સુધી આગનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. અચાનક જ કોઈ કારણોસર ઔદ્યોગિક વસાહત એવાં દહેજમાં આગનાં પગલે આસપાસનાં વિસ્તારમાં આવેલી કંપનીઓનાં લશ્કરોએ આગને બુઝાવવાનાં પ્રયત્નો હાથ ધર્યા હતા. અચાનક જ ગેસની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી જતાં પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
આગની જવાળાઓ દૂરદૂર સુધી દેખાતા લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. એકાએક અચાનક ધડાકાભેર ભભૂકી ઉઠેલી પ્રચંડ આગ આખરે કયાં કારણોસર લાગી હતી તેવા અનેક પ્રશ્નો સર્જાયા છે ? અહીં આખરે આ આગ કેવી રીતે લાગી ? શા માટે અત્યંત ભીષણ આગએ આટલું મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ? પરંતુ આગને કાબુમાં લેવા ફાયર શાખાનાં જવાનો અને આસપાસની કંપનીની ટીમોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ મહામહેનતે આગ કાબુમાં આવી હતી. સદનસીબે દહેજનાં પાદરીયાનાં કડોદરા પાસે આવેલ ગેસની પસાર થતી પાઇપલાઇનમાં આગનાં કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.