ભરૂચ જીલ્લામાં નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડેડીયાપાડા પાસેથી વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો કુલ રૂ.1 લાખથી વધુનો માલ મળી આવતા બુટલેગરો હરકતમાં આવી ગયા છે. 24 કલાકમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર બે અલગ-અલગ કેસ શોધી કાઢયા છે. આ બનાવના પગલે ભરૂચનાં બુટલેગરોમાં ભય વ્યાપી જવા પામ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નેત્રંગ પોલીસને બાતમી મળેલ હતી કે ડેડીયાપાડા વિસ્તાર તરફથી બે બુટલેગરો 1) ચેતનભાઈ ઉર્ફે જીતુ જગનભાઈ ગોવિંદ પટેલ ઉં.વર્ષ 27 રહે. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. અશ્વિન હાઈડ એપાર્ટમેન્ટ 2) હેમંત ઉર્ફે મુન્નો અશોક લીમજી ચૌધરી ઉં.25 રહે. અંકલેશ્વર કાપોદ્રા વૈભવપાર્ક સોસાયટી, ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો ફોરવ્હીલ ગાડીમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટનો દારૂ હેરાફેરી કરી રહ્યા છે. આ ચોકકસ બાતમીનાં આધારે નેત્રંગ પો.સ.ઇ. એન.જી.પંચાણીનાં સીધા માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડાથી અંકલેશ્વર જતી ગાડીઓનું ચેકિંગ હાથ ધરતા એક સિલ્વર બ્લુ કલરની મારૂતિ કંપનીની જૂના મોડલની ગાડી નં.MH-04-AH-8432 નાકાબંધી દરમિયાન આવતા તેને ચેક કરતાં આ ગાડીમાંથી વિદેશી દારૂ અલગ-અલગ બ્રાન્ડનો કુલ બોટલ નંગ 114 કીં. રૂ. 49.40 તથા ફોરવ્હીલ ગાડીની કીં.રૂ.35,000 મોબાઈલ નંગ 2 કીં.રૂ.6000 મળી કુલ રૂ.1,00,040 નો મુદ્દામલ સહિત બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એકટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
ભરૂચ : 24 કલાકમાં પ્રોહિબિશનનાં બે કેસો શોધી કાઢતી નેત્રંગ પોલીસ…જાણો વધુ.
Advertisement