ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જયારે ખંડિત થઈ છે તે રીતે બળાત્કારનાં ગુનાઓ વધવા લાગ્યા છે ત્યારે આવી જ ઘટના હાથરસમાં બની હતી ત્યારબાદ ગુજરાતનાં સુરત અને સૌરાષ્ટ્રનાં જામનગરમાં ત્રણ દિવસ સુધી સતત ગેંગ રેપ, બળાત્કારનાં ગુનાઓ સામે આવી હતા જેના અનુસંધાને ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતી દ્વારા જે હાથરસની દિકરી સાથે દુષ્કર્મ થયુ અને યુપી સરકારે જે રીતે દિકરીના પરિવાર સાથે દૂષવ્યવ્હાર કર્યો તેના વિરુદ્ધમાં આજે યુપીના સી.એમ યોગી આદિત્યનાથ અને પી.એમ નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા અને વહેલી તકે આરોપીઓને ફાંસીની સજા મળે એવી માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, ફરીદા બેન પટેલ, સુહાસબેન ડાભી, મધુ બેન, મુમતાઝ બેન, ફેઝીયા બેન, હુરબાનું, વિજયા બેન, મહેરુ નિશા, નિકિતા બેન, સરલા બેન, અનિતા બેન, કંચન બેન, વૈશાલી બેન, ગીતા બેન તથા કોંગ્રેસ પક્ષની અન્ય બહેનો હાજર રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે ઘણા લાંબા સમય પહેલા દિલ્લીમાં નિર્ભયા સાથે ગેંગ રેપ થયો હતો ચાર વર્ષ સુધી સતત ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આરોપીને સજા ફટકારવાં આવી હતી ત્યારબાદ હાથરસમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટના શરમજનક કહી શકાય છે અને ગુજરાતમાં પણ તાજેતરમાં અવારનવાર બળાત્કાર અને ગેંગ રેપના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે તે મોદી સરકાર માટે શરમજનક બાબત ગણી શકાય જેના વિરોધમાં આજે કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા પી.એમ. નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યું હતું.
ભરૂચ : હાથરસ દુષ્કર્મનાં આરોપીઓને પકડી પાડવા મહિલા કોંગ્રેસનો અનોખો પ્રયત્ન…જાણો વધુ.
Advertisement