દિપાવલી પર્વને તેજ પ્રકાશ અને ઓજસથી શણગારવા અંગે ભરૂચની કલરવ સ્કૂલનાં માનસિક વિકલાંગો દ્વારા દિવડાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ નયનરમ્ય દિવડાઓનું વેચાણ દિપાવલી પર્વ દરમિયાન ઉત્તરોઉત્તર વધતું જઇ રહ્યું છે. કલરવ શાળા છેલ્લા 28 વર્ષથી કોઈપણ સરકારી ગ્રાન્ટ વગર દિવ્યાંગ બાળકોનાં આર્થિક વિકાસ માટે સતત કાર્યરત છે. ત્યારે લોકોને અપીલ કરવામાં આવે છે કે દિવ્યાંગ બાળકો દ્વારા સર્જિત દિવડા ખરીદી સેવા કરી સમાજને કઈ પ્રદાન કરે એવી અપીલ કરવામાં આવી છે. કલરવ સંસ્થાનાં દિવ્યાંગ બાળકોએ પોતાની કલ્પના મુજબ દિવડા બનાવ્યા છે.
Advertisement