ભરૂચની વિવાદાસ્પદ બનેલ ગેબિયન વોલ અંગે આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ધવલ કનોજીયાએ વધુ એક અરજી જીલ્લા કલેકટરને કરી. ધી ગુજરાત મ્યુનીસીપલ એકટની કલમ ૨૫૮ હેઠળની અપીલ અંગે આખરી નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી છે.
જીલ્લા કલેકટર સંદીપ સાંગલેને આર.ટી.આઈ એકટીવીસ્ટ ધવલ કનોજીયા એ કરેલ લેખિત અરજીમાં તેઓની ધી ગુજરાત મ્યુનીસીપલ એકટ ૧૯૬૩ની કલમ ૨૫૮ હેઠળની અપીલ નંબર – ૨ ભરૂચ નગર સેવા સદન દ્વારા પસાર કરવામાં આવેલ ઠરાવ નંબર – ૪૭૬૦ તા. ૩૦/૩/૨૦૦૭ (સામાન્ય સભા) ઉપરાંત ૨૮/૬/૨૦૦૭ નો ઠરાવ નંબર ૧૨૩ અને ૨૦/૧૨/૨૦૦૬ નાં ઠરાવ નંબર ૩૧૨ નાં વિકાસ રસ્તા પ્લાનિંગ કમિટીનો ઠરાવ તથા કમિટીના ઠરાવ નંબર – ૧૯૬ તા ૦૭/૦૯/૨૦૦૬ નાં કામે તાત્કાલીન કલેકટર ડો મુરલી કીષ્ણા એ કાયદાના રક્ષાક બની નગર પાલિકાના ભરૂચના પદાધીકારીઓના કાયદા નિયમોને સુસંગત ન હોય તેવા આ ઠરાવોને સ્વપ્રેણાથી મોકૂફ રાખવા ‘સુઓમોટો’ ફરિયાદ ધી ગુજરાત મ્યુનીસીપલ એક્ટ ૧૯૬૩ની કલમ ૨૫૮ હેઠળ દાખલ કરી હુકમ કરેલ જેથી આપ તરફ પણ તેમ જ અપેક્ષા હતી પરંતુ આ સમગ્ર ભ્રષ્ટચારી કૃત્ય અંગે આપે ‘સૂઓમોટો’ દાખલ ન કરતા અમારે વ્યક્તિગત રીતે આ અંગે આપની કોર્ટમાં મ્યુનીસીપલ એક્ટ ૧૯૬૩ ની કલમ ૨૫૮ હેઠળ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી.
આ બાદ પણ આપ દ્વારા આખરી નિર્ણય આપવામાં વિલંબ કરવામાં ન આવતા આગામી ૧૬મી જાન્યુઆરી એ વધુ વિલંબ ના કરી આખરી નિર્ણય આપવાની માંગણી કરવામાં આવી છે.
વિવાદિત ગેબિયન વોલ માં હવે જિલ્લા કલેકટર સંક્ષાની આર.ટી.આઈ એક્ટીવિસ્ટ ધવલ કનોજીયાની આ રજૂઆત બાદ શું આખરી નિર્ણય આવે છે અને કેવો આવે છે તે જોવું રહ્યું.