ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે નારાયણ વિદ્યાવિહાર સ્કુલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સરલાબેન વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીપાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા, મહામંત્રી પ્રદીપ સિંહ રાણા, કોષાધ્યક્ષ ઈકબાલ પટેલ તથા તમામ ટીપીઓ, બી.આર.સી કોર્ડીનેટર, એસ.એસ.એ સ્ટાફ અને મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા શિક્ષક ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ તથા હોદ્દેદારોએ રક્તદાનની જેમ જ નેત્રદાન અને અંગદાન પણ મહત્વનું હોવાનું જણાવ્યુ હતું. શિક્ષકોની કામગીરી અને સમસ્યાની વાત પણ રજુ કરવામાં આવી હતી. શિક્ષકો હંમેશ આપત્તિની પરિસ્થિતિઓમાં ખભે ખભા મિલાવી સહકાર આપે છે એવો સૂર પણ વ્યક્ત થયો હતો. રક્તદાન કેમ્પમાં કુલ ૧૧૪ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રકતદાન કેમ્પ….
Advertisement