Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોકડાઉન દરમિયાન નાના પાયા પર કામ કરતી સિકયુરિટી એજન્સીઓનાં કર્મચારીઓ બન્યા બેકાર, અનલોકમાં પણ ન મળી કોઈ કામગીરી… જાણો વધુ.

Share

કોરોના મહામારીને કારણે અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે. સુરક્ષા એજન્સીઓ પણ પડી ભાંગી છે. અનલોક-5 ની પ્રક્રિયામાં મહદઅંશે વેપાર ઉદ્યોગો અને સુરક્ષા એજન્સીઓને છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ ભરૂચની સુરક્ષા એજન્સીઓ કોરોના મહામારી અને લોકડાઉન બાદ તેમના કારોબારમાં અનેક પ્રકારનાં ફેરફારો જોવા મળ્યા છે. નવરાત્રિ પણ આ વર્ષે કોરોનાને કારણે યોજાવાની નથી જેના કારણે સુરક્ષા કર્મીઓને મોટો ફટકો પડયો છે. ભરૂચ શહેરમાં સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા જવાનો હાલ બેકારીથી પીડાઈ રહ્યા છે. કંપનીઓમાં પણ 50 % સ્ટાફની ભરતીનાં કારણે સુરક્ષા કર્મીઓની હાલત કફોડી બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ એશોસીએશન ઓફ પ્રાઈવેટ સિક્યોરિટીનાં કેન્દ્રિય સભ્ય અને ગુજરાતનાં પ્રભારી સુનિલસિંહ રાઠોડ જણાવે છે કે સરકારે નાના પાયા પર કામ કરતી સુરક્ષા એજન્સીઓને વેગવંતી બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ. લોકડાઉનનાં સમય બાદ સુરક્ષા એજન્સીઓમાં કામ કરતા કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. અનેક જગ્યાએ આ પ્રકારનાં કર્મચારીઓને લોકડાઉનનાં સમયમાં મૂકવામાં આવ્યા હતા તેઓને પૂરતું પગાર અને ભથ્થું પણ મળ્યું નથી. સિક્યુરિટી એજન્સીઓની હાલત અત્યંત ખરાબ છે, સિક્યુરિટી ગાર્ડને પગાર ચૂકવવામાં અત્યંત એજન્સીઓ મુશ્કેલીનો સામનો અનુભવી રહી છે તો આવા સમયે કેન્દ્રિય સિક્યુરિટીનાં ડાયરેકટર દ્વારા સરકાર સમક્ષ નાના પાયા પર સિકયુરિટીની એજન્સી ચલાવતી સંસ્થાઓને સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

એસએમઈ માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ રજૂ કર્યું.

ProudOfGujarat

માંગરોળ મામલતદાર ઓફિસ ખાતે વિવિધ સહાય યોજનાના હુકમોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વિદ્યુત જામવાલ હાઇ-ઓક્ટેન સ્ટન્ટ્સથી લોકોના હોશ ઉડાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!