આગામી મહિનાથી LPG સિલિન્ડરની હોમ ડિલિવરીની પ્રક્રિયામાં સરકાર દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે. અવારનવાર LPG સિલિન્ડરની ચોરીઓ થતી હોય છે જે અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા LPG સિલિન્ડરની હોમ ડિલિવરીનાં નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમોને આગામી 1 નવેમ્બરથી 100 જેટલાં સ્માર્ટ સિટીમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તમામ રાજ્યોમાં આ નિયમની અમલવારી કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે LPG સિલિન્ડરની ડિલિવરી માટે હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ જનરેટ થશે આ કોડ જયાં સુધી ડિલિવરી આપનારને બતાવવામાં નહીં આવે ત્યારસુધી LPG સિલિન્ડરની ડિલિવરી પૂર્ણ ગણાશે નહીં. LPG સિલિન્ડરની નોંધણી હાલ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કરવામાં આવે છે પરંતુ હાલ આ પ્રકારનાં કોડનો કાયદો અમલમાં નથી, 1 નવેમ્બરથી તમામ LPG ધારકોએ પોતાનું રહેઠાણનું સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાતપણે LPG ડિસ્ટ્રીબ્યુટરને રજિસ્ટર્ડ કરાવવા પડશે. અત્રે નોંધનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં LPG ગેસ સિલિન્ડરની અનેક રીતે કાળા બજાર કરવામાં આવે છે. આ કાયદાની અમલવારીથી LPG ની કાળા બજારી પણ અટકશે. તેમજ ડિલિવરી બોયને ઓથેન્ટીકેશન કોડ આપવાનો હોવાથી અન્ય કોઈપણ વ્યક્તિ LPG સિલિન્ડરની ડિલિવરી સ્વીકારી શકશે નહીં. અહીં આ કાયદો માત્ર ઘરેલુ વપરાશમાં લેવાતા LPG પર જ મૂકવામાં આવ્યો છે. આ સિસ્ટમ કોઈ કોમર્શિયલ સિલિન્ડર ઉપર લાગુ પાડવામાં આવી નથી.
ભરૂચ : LPG સિલિન્ડરની હોમ ડિલિવરીમાં મહત્વનાં ફેરફારો….જાણો વધુ.
Advertisement