સાર્થક ફાઉન્ડેશન ચેરી. ટ્રસ્ટ ભરૂચ દ્વારા અબોલ જીવોની રક્ષા કરવામાં આવે છે. સાર્થક ફાઉન્ડેશનનાં પ્રમુખ હેતલભાઇએ અબોલ પ્રાણીનાં જીવ બચાવી સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. મળતી વિગતો અનુસાર ભરૂચમાં વન અધિકારીની સૂચના અનુસાર એક વાંદરાનાં બચ્ચાને વીજ કરંટનો આંચકો લાગ્યો હતો. તેને તાત્કાલિક સારવારની આવશ્યકતા પડતાં બરોડા તાત્કાલિક ધોરણે મોકલ્યું હતું જયાં વાંદરાનાં બચ્ચા સાથે ટ્રસ્ટનાં યોગેશભાઈ પણ રહ્યા હતા તથા ભરૂચનાં એક શ્વાનને તાત્કાલિક સારવારની આવશ્યકતા હોય તેના પગમાં સળિયો નાંખી ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી તેની સારવાર અને સારસંભાળ લેવામાં આવી હતી. ત્યારબાદ તેને ભરૂચનાં જે વિસ્તારમાંથી લઈ જવામાં આવ્યું હતું તે જ વિસ્તારમાં પરત મૂકાતા અહીંનાં શ્વાન પ્રેમી ઉર્વી બહેને તેને હરખભેર ઊંચકી લઈ તેના સ્થાન પર ખુલ્લુ મુકયું હતું. આ સમગ્ર કામગીરીમાં સાર્થક ફાઉન્ડેશનનાં તેમજ વન અધિકારી કઠવાડિયા નીરજસિંહ,પવન પુરુષોત્તમ, ફાલ્ગુન સહિતનાં લોકોએ અબોલ જીવની વ્હારે આવી તેમનું રક્ષણ કર્યું હતું.
ભરૂચ : અબોલ જીવની વ્હારે આવતું સાર્થક ફાઉન્ડેશન.
Advertisement