Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વાહન અકસ્માતનાં બનાવોનો તુલનાત્મક અભ્યાસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વર્ષ 2019 અને 2020 નાં અકસ્માતનાં બનાવો અંગે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો. પોલીસતંત્રનાં જણાવ્યા અનુસાર વર્ષ 2019 માં અકસ્માતનાં બનવોની કુલ સંખ્યા 590 હતી જે પૈકી 270 બનાવોમાં મોત નીપજયાં હતા. જયારે વર્ષ 2020 માં અકસ્માતોની કુલ સંખ્યા 353 છે જેમાંથી 156 બનાવોમાં નીપજયાં જે જોતાં સ્પષ્ટ થાય છે કે અકસ્માતનાં બનાવોની સંખ્યા ઘટી છે. ભરૂચ જીલ્લા પોલીસવડા દ્વારા છેલ્લા એક માસમાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવનારાનાં કેસોની સંખ્યા 7937 જયારે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારા કેસો 326, લાઇસન્સ વગર વાહન ચલાવનારા 530 કેસો, વધુ પેસેન્જરો બેસાડનારાઓનાં 687 કેસો, સીટ બેલ્ટ નહીં પહેરનારાઓનાં 1609 કેસો, ઓવરલોડ ભરીને જતાં વાહનોનાં 82 કેસો, ડાર્ક ફિલ્મનાં 344 કેસો, દસ્તાવેજ વગર વાહન ચલાવતા 1147 કેસો, પૂર ઝડપે વાહન ચલાવનારા 403 કેસો, નશો કરેલી હાલતમાં વાહન ચલાવનારાનાં 198, માર્ગ પર અડચણ ઊભી કરનાર વાહન ચાલકોનાં 161 કેસો, આ તમામમાં કુલ રૂ.28,49,200 દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે ચાલતી લોકચર્ચા મુજબ પોલીસનાં દંડની ફટકાર હંમેશા ગરીબો પર થાય છે. મધ્યમ વર્ગને પણ દંડનું દમણ સહન કરવું પડયું છે. લોકચર્ચા એવી પણ છે કે આર્થિક સધ્ધરતાનાં માપદંડો જોવામાં આવે છે અને વગ ધરાવનાર લોકો વગ વાપરી જાય છે શું પોલીસની આ કામગીરી નિષ્પક્ષ અને સમાનતાવાળી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની વિવિધ જેલોમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ, સબ જેલમાંથી કાચા કામના આરોપી પાસેથી મળ્યો એપ્પલ મોબાઈલ

ProudOfGujarat

વલસાડમાં પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર, કોઝવે ન બનતા આ સ્થિતિ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ચાર ગામોમાં રૂ.૨.૧૨ કરોડનાં વિકાસનાં કામોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!