ભરૂચ જીલ્લાની વિવિધ લેબોરેટરીઓ દ્વારા કોવિડ-19 નાં સંદર્ભમાં એન્ટીબોડી ટેસ્ટ કરાઇ રહ્યું છે. આ અંગે સરકારનાં આરોગ્યતંત્ર દ્વારા વિવિધ બાબતોને ધ્યાનમાં લઈ મંજૂરી આપવામાં આવી છે. આ ટેસ્ટને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એક ટેસ્ટ એલીશા ફોર એન્ટીબોડી ટેસ્ટ જે માટે દર્દી જો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે તો રૂ.450 અને લેબોરેટરીનાં કર્તાહર્તા દર્દીનાં ઘરે કે હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરે તો રૂ.550 જયારે ક્લીયા ફોર એન્ટીબોડી ટેસ્ટમાં દર્દી લેબોરેટરીમાં ટેસ્ટ કરે તો રૂ.500 જયારે દર્દીના ઘરે કે હોસ્પિટલ જઇ સેમ્પલ કલેકટ કરે તો રૂ.600 નક્કી કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ અંગેની જોગવાઈ ગુંજન લેબોરેટરી ભરૂચ, અમી લેબોરેટરી ભરૂચ, સ્માર્ટ પેથોલોજી લેબ અંકલેશ્વર, મોદી ક્લિનિકલ લેબોરેટરી પ્રા.લી. અંકલેશ્વરને મંજૂરી આપવામાં આવી છે.
Advertisement