ભરૂચ જીલ્લાની નેત્રંગ પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ધાણીખૂટ ગામે રેડ પાડતા ત્રણ આરોપી સહિત 57,000 થી વધુનાં દારૂ-બિયરનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રોહિબિશનની પ્રવૃતિઓને અટકાવવા માટે, પોલીસ દ્વારા બેફામ બનેલા બુટલેગરો પર તવાહી બોલાવવામાં આવી છે. દારૂ-બિયરના બુટલેગરો પર પોલીસ સતત વોચમાં હતી જે અનુસંધાને નેત્રંગ પોલીસે સ્ટેશન વિસ્તારમાં અંકલેશ્વર પોલીસની મદદથી બાતમી મળી હતી કે ઘાણીખૂટ ગામે ફોરવ્હીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂ અને બીયરની અમુક શખ્સો હેરાફેરી કરે છે જે બાતમીનાં આધારે પી.આઇ. એન.જી.પાંચાણી અંકલેશ્વર વિભાગનાં પોલીસ અધિક્ષકની ચિરાગ દેસાઈની સૂચનાથી નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જાવેદ સમદ યાકુબ ખાટીક ડેડીયાપાડા વિસ્તારનાં રહેવાસી, અર્જુન ઉર્ફે બાબુ વિઠ્ઠલ પવાર ડેડીયાપાડાનાં રહેવાસી, ગુલાબ મધુ રાજપૂત રહે. મિશન ફળિયું ડેડીયાપાડા તેઓ ઘાણીખૂટ ગામ જવાના રસ્તા પર પલ્સર મો.સા નં.GJ-22-k-2499 તથા GJ-22-D-3623 અને સફેદ કલરની ટાટા કંપનીની સુમો ફોરવ્હીલ ગાડીમાં પાસ પરમિટનાં વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ બોટલ નંગ 576 કિં.રૂ. 57,600 મળી આવતા પોલીસે પકડાયેલા ત્રણે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એકટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફોરવ્હીલનાં ચાલક કલું વસાવાએ અને વિનોદ ઉર્ફે મુન્નો આ બનાવમાં ફરાર થઈ ચૂકયા છે જેની ભરૂચ પોલીસ શોધખોળ કરી રહી છે. આ કેસમાં નેત્રંગ પોલીસનાં પી.આઇ. એન.જી. પાંચાણી, વિજયસિંહ, સહિતનાં સ્ટાફ કામગીરી કરી રહ્યો છે.
ભરૂચ : દારૂ બિયરનાં બુટલેગરો બેફામ બનતા નેત્રંગ પોલીસે ખાતમો બોલાવતા 57,000 થી વધુનો મુદ્દામાલ પકડયો…. જાણો વધુ.
Advertisement